પ્રથમ અનુસૂચિના ભાગ-બી નીચે નિર્દેશીત અણુ ખનીજોના નિયમન માટે કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સતા - કલમ:૧૧(બી)

પ્રથમ અનુસૂચિના ભાગ-બી નીચે નિર્દેશીત અણુ ખનીજોના નિયમન માટે કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સતા

કેન્દ્ર સરકાર અધિકૃત ગેઝેટસમાં જાહેરનામા દ્રારા, પ્રથમ અનુસૂચિના ભાગ (બી) માં દૉવેલ ખાણની લીઝ કે બીજી ખનીજ છૂટની મંજુરીના નિયમ માટે નિયમો બનાવી શકશે અને રાજય સરકાર આવા નિયમો પ્રમાણે પૂવૅતપાસ સંભવિત પરવાનો કે ખાણની લીઝની બાબતમાં મંજુર કરશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૧-બી ઉમેરવામાં આવેલ છે.)