કેન્દ્ર સરકારની પ્રોસ્પકટીંગ લાયસન્સ, ખાણ, લીઝના પરવાના, પ્રાદેશિક જળ વિસ્તાર અને ભારતીય ભૂ-ખંડીય અખાતમાં આપવા માટેની સતાઓ - કલમ:૧૩(એ)

કેન્દ્ર સરકારની પ્રોસ્પકટીંગ લાયસન્સ, ખાણ, લીઝના પરવાના, પ્રાદેશિક જળ વિસ્તાર અને ભારતીય ભૂ-ખંડીય અખાતમાં આપવા માટેની સતાઓ

(૧) કેન્દ્ર સરકાર સતાવાર જાહેરનામામાં, પ્રોસ્પેકટીંગ લાયસન્સ તથા ખાણ-ખાનીજ-ખોદકામના પરવાના, લીઝ આપવા સારૂ, ભારતીય પ્રાદેશિક જળ વિસ્તાર તથા ભારતીય ભૂ-ખંડીય અખાતમાં વિસ્તારોમાં રહેલા ખનીજો આપવા નિયમો બનાવી પ્રકાશિત કરશે. (૨) ઉપરોકત સતાઓને સામાન્યાણે બાધ આવ્યા સિવાય ખાસ રીતે નીચેના તમામ કે કોઇ એક અંગે નિયમો બનાવશે. (એ) પ્રોસ્પકટીંગ લાયસન્સ અને ખનીઝ લીઝ મંજૂર કરવા માટે શરતો- માદાઓ- અંકુશો વિ. અંગે (બી) પ્રાદેશિક, જળવિસ્તાર અને ભૂ-ખંડીય અખાતમાં રહેલ ખનીજો બહાર કાઢવા માટે સંશોધન કરવા અભિયાન તથા ખનીજો (શોષિત કાઢવાના) કરવા માટેના નિયમો (સી) ખનીજો-સંશોધન કરવાના કાઢવાના અભિયાન દરમ્યાન નૌકાયાનને દાખલરૂપ ન થાય તેવા નિયમો (ડી) અન્ય કોઇ ખનીજ કાઢવા અંગેની બાબત જે જરૂરી હોય તે નકકી કરવાના