રાજય સરકારના ગૌણ ખનીજો બાબતે નિયમો બનાવવાની સતાઓ - કલમ:૧૫

 રાજય સરકારના ગૌણ ખનીજો બાબતે નિયમો બનાવવાની સતાઓ

(૧) રાજય સરકાર સતાવાર આજ્ઞાપત્રમાં બહાર પાડી નિયમો બનાવવાની જેવા કે કવોરી લીઝ, માઇનીંગ લીઝ, અન્ય ખનીજ છૂટછાટોની મંજૂરી માટેના નિયમન – ગૌણ ખનીજો અને તેના હેતુઓના સબંધમાં બનાવશે. (૧-એ) ખાસ કરીને તેમજ ઉપર જણાવેલ નિતી નિયમોને બાધ ન આવે કે નડતરરૂપ ન થાય તે મતલબનો ખ્યાલ રાખીને અત્રેના પ્રકરણે નીચે મૂજબના નિતી નિયમો ઘડી શકાશે. (એ) જે તે વ્યકિતને જે તે રીતે કવોરી લીઝ, માઇનીંગ લીઝ, અન્ય ખનીજ છૂટછાટ અરજી મળ્યેથી તેની ફી તે ભરવા અંગે (બી) આવી અરજી મોકલવાના આવી અરજીના ફોમૅના જે તે સમયે મળે તેની પ્રાપ્તિ સ્વીકૃતિ આપવાના કેટલા સમયમાં આપવાના તે અંગે (સી) એક જ સપ્ના દિવસે મળેલ અરજી સરખા જમીન વિસ્તાર અંગેની હોય તે અંગે વિચારાધીન કરવા માટે (ડી) કવોરી લીઝ, માઇનીંગ લીઝ, અન્ય ખનીજ છૂટછાટ આપવા અંગેની શરતો અને બોલીઓ તથા કયો સતાધિકારી આવા મંજૂર કરશે કે તાજા કરશે તે અંગે (ઇ) કવોરી લીઝ, માઇનીંગ લીઝ કે અન્ય ખનીજ છૂટછાટ મેળવવા માટેની કાયૅવાહી (પ્રોસીઝર) નકકી કરવા (એફ) માઇનીંગ લીઝ, કવોરી લીઝ, અન્ય ખનીજ છૂટછાટો માટે મેળવનાર પરવાના ધારકે, ખાણ ખોદકામના અભિયાનમાં સંશોધન અને તાલીમ મેળવવા સરૂ સરકારે નિયુકત કરેલા વ્યકિતઓની સવલત- સગવડ સાચવવા સારૂ (જી) ભાડુ નકકી કરવા ભરાવવા, સરકારી ફી, ડેડરેન્ટ, દંડ અન્ય ચાજૅ અને તે અંગે કેટલા સમયમાં કઇ રીતે ભરવા તે અંગે જણાવશે. (એચ) પ્રોસ્પકેટીંગ અથવા માઇનીંગ લીઝ અભિયાન દરમ્યાન, ત્રીજી વ્યકિત પક્ષકારના કોઇ પ્રતિકૂળ અસર થવાના કારણે, તેના રક્ષણ માટે (વળતરની ચૂકવણી કે અન્ય રીતે આ રીતેથી) હકકો અંગેની રીતેના નિયમો બનાવશે. (આઇ) કવોરી તથા માઇનીંગ ઓપરેશનો કામગીરી અભિયાનથી સરકારી પસંદગી વિસ્તારની જમીન થઇ હોય ત્યારે તે કારણથી વૃક્ષ, ફૂલ, ફળો, સૃષ્ટિ અને પૌધાઓ નાશ પામ્યા હોય તે તેના પુનઃ વસવાટ પુનઃ વિકાસ માટેની પરત ચૂકવણીની કિંમત અન્ય રીતે ચૂકવણી (જે) કવોરી લીઝ, માઇનીંગ લીઝ, અન્ય ખનીજ છૂટછાટની તબદીલી અંગેની રીત તથા શરતો નકકી કરશે. (કે) બાંધકામ, રોડનો ઉપયોગ અને નિભાવ, પાવર ટ્રાન્સ મિશનલાઇન, ટ્રામવે, રેલ્વે, એરિયલ રોપવે, પાઇપલાઇન અને માઇનીંગના હેતુ માટે જે જમીન કવોરીના વિસ્તારથી ઘેરાયેલી હોય તેના સુરક્ષિત અવરજવર માટે જાણવણીના નિયમો કરશે. (એલ) આ કાયદા હેઠળ જે તે ફોમૅનો નિભાવ કરવા અંગે (એમ) કોરી લીઝ, મિનરલ છૂટછાટ માઇનીંગ લીઝ વાળાઓ તરફથી આવતા રિપોટૅ અને નિવેદન અને કઇ ઓથોરિટી સમક્ષ સાદાર કરવાને અંગે (એન) રિવીઝન માટેની અરજીનો સ્વીકાર, હુકમ કાઢવા તે ઓથોરિટી નકકી કરવા તથા તેની રીત નકકી કરવા તથા કઇ ઓથોરિટી- અવા હુકમો કાઢવાના નિયમો બનાવશે. ફી મેળવવાના તથા ઓથોરિટીની સતાઓ અંગે, રિવીઝન ઓથોરિટીના સતા હુકમ પસાર કરવા અંગે નકકી કરશે. (૨) પેટા કલમ (૧) હેઠળ જયાં સુધી નિયમો કે કોઇ નિયમ રાજય સરકાર તરફથી (કવોરી લીઝ, માઇનીંગ લીઝ કે અન્ય ખનીજ છૂટછાટો) ની બાબતમાં ગૌણ ખનીજ બાબતમાં નિયમન મંજૂરી આપતા આ કાયદા હેઠળ બનાવે નહીં ત્યાં સુધી આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાનો કાયદાના બળથી અમલ ચાલુ રહેશે. (૩) પેટા કલમ (૧) હેઠળ માઇનીંગ લીઝના ખનીજ છૂટછાટની મંજૂરીવાળા ધારકે તે વિસ્તારમાં ખનીજ ખસેડાયેલ હોય તે વપરાશ કરેલ હોય તેણે તેના એજન્ટે, મેનેજરે, કમૅચારીએ, કોન્ટ્રાકટરે, સબ-કોન્ટ્રાકટરે કે પેટા લીઝ વાળાએ માઇનોર ખનીજ બાબતે રાજય સરકાર જે તે સમયે અમલમાં આવતાં દરેક નકકી કરીને નિયમો બનાવે ત્યાં સુધીના સમયના આવા ગૌણ ખનીજ ઉપર સરકારી, ડેડરેન્ટ કે અન્ય જે દરો વધુ હોય તે ભરવાને જવાબદાર થશે. જોગવાઇ કરવામાં આવે છે કે રાજય સરકાર, સરકારી કે ડેડરેન્ટ (ત્રણ વર્ષમાં) ગૌણ ખનીજના દરો બે કે તેથી વધુ વાર વધારશે નહી. (૪) પેટા કલમ (૧) (૨) અને પેટા કલમ (૩) ને વિરૂધ્ધ અસર કયૅ । સિવાય રાજય સરકાર આ કાયદાની જોગવાઇ મુજબ જાહેરનામા દ્રારા નિયમનના નિયમ બનાવી શકશે જેવા કે (એ) કલમ-૯-બી ની પેટા કલમ (૨) હેઠળ જિલ્લા ખનીજ સંસ્થા તે રીતે અસરગ્રસ્ત વ્યકિતઓ અને વિસ્તારોના હિત માટે કામ કરશે. (બી) કલમ-૯-બી ની પેટા કલમ (૩) હેઠળ જિલ્લા ખનીજ સંસ્થાની રચના અને કાયૅ । (સી) કલમ ૧૫-એ હેઠળ ગૌણ ખનીજોના રાહત ધારકો દ્રારા જિલ્લા ખનીજ સંસ્થાને ચુકવણીની રકમ આપશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૫ની પેટા કલમ (૪) ઉમેરવામાં આવેલ છે.)