દંડ (શિક્ષા) - કલમ:૨૧

દંડ (શિક્ષા)

(૧) જે કોઇ કલમ ૪ની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૧-એ) નો ભંગ કરશે તેને પાંચ વષૅ સુધીની કેદ અને દંડ સાથે જે તે વિસ્તારના એક હેકટર દીઠ પાંચ લાખ સુધી (૨) આ કાયદા નીચે બનાવેલ કોઇ નિયમ કોઇ જોગવાઇથી બનાવેલ હોય જો કે તેનું ઉલ્લંઘન બદલ તેને બે વષૅ સુધી લંબાવવી કેદની સજા દંડ સાથે જે પાંચ લાખ સુધીનો દંડ કે બંને સાથે અને સતત ઉલ્લંઘનના બનાવમાં વધારાનો દંડ જે દરેક દિવસના પચાસ હજાર આવું ઉલ્લંઘન પ્રથમવાર આવા ઉલ્લંઘન માટે દોષિત થયેલ હોય પછી ચાલુ રહેલ હોય. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૨૧ માં પેટા કલમ (૧) અને (ર) માં સુધારોમાં આવેલ છે.) (૩) કલમ-૪ ની પેટા કલમ (૧) ની જોગવાઇનો ભંગ કોઇ જમીનમાં અપ પ્રવેશ કરે તો અપ પ્રવેશ કરનારને રાજય સરકાર કોઇ સતાધિકારી સરકાર વતી હોય તો તે રાજય સરકારે કે આવા કોઇ સતાધિકારી અધિકૃત અધિકારી અપ પ્રવેશ ખાલી કરાવવા તેને નોટીશની બજવણી કરશે અને જરૂરી જણાયે પોલીસની મદદ લઇને જમીનમાંથી અપ પ્રવેશકતાને ખાલી કરાવશે. (૪) કોઇ વ્યકિત જમીનમાંની ખનીજ ઉઠાવે કે હેરફેર કરે કે ટ્રાન્સપોર્ટ દ્રારા ઉઠામણી લો કુલ ઓથોરિટી વગર ઉઠાવે તો તે હેતુ માટે કોઇ ઓજાર સાધન સામગ્રી સરંજામ વાહન કે અન્ય કોઇ વસ્તુ દ્રારા ઊઠાવે તો કોઇ ખનીજ સાધન-સામગ્રી-ઓજાર-સરંજામ-વાહન ઓફિસર કે ઓથોરિટી દ્રારા જપ્ત કરવા માટે આ અંગે ખાસ રીતે શકિતશાળી બનશે. (૪-એ) પેટા કલમ (૪) હેઠળ કોઇ ખનીજ, ઓજાર, સાધન, સરંજામ, વાહન કે બીજી કોઇ ચીજવસ્તુ પેટા કલમ (૧) હેઠળ સક્ષમ કોટૅ દ્રારા ગુનાનું સંજ્ઞાન લેવાયેલી કોટૅના હુકમથી સરકામમાં આત્મસાત કરાવવા જવાબદાર થશે અને કોટૅના આદેશ મુજબ તેનો નિકાલ થશે. (૫) જયારે કોઇ વ્યકિત લોકલ ઓથોરિટી વગર જમીનમાંથી ખનીજ ઉઠાવે અને આવી વ્યકિતએ ખનીજ ઊઠાવી છે અને નિકાલ કયૅ । છે તો રાજય સરકાર પુનઃ પાછી મેળવશે. નિકાલ કર્યો છે તો તેવી વ્યક્તિ પાસેથી ભાડ, રાજસ્વ, ટેમ જે તે, જમીનમાંથી મિનરલ ઉઠાવેલ હશે ત્યારના સમયથી જમીન કબજે કરેલ છે તેની જાણ વિના ગેરકાયદેસર પરવાનો રિકવર કરશે. (૬) ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩માં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ પેટા કલમ (૧) હેઠળના ગુના કોગ્નિઝેબલ ગણાશે.