કંપની દ્રારા ગુનાઓ - કલમ:૨૩

કંપની દ્રારા ગુનાઓ

(૧) જો કોઇ વ્યકિતએ આ કાયદા કે નિયમો હેઠળ કોઇ ગુનો કમૅ છે અને કંપનીમાં ગુના બન્યા વખતે જે હાજર હોય તે અને હવાલામાં હોય તે બધા જ કંપનીની વ્યવહાર સબંધેની વતૅણૂંક બાબતે જવાબદાર ગણાશે ગુના બાબતે ગુનેગાર ગણાશે અને તે બદલ કાયૅવાહી થશે અને તે મુજબ શિક્ષા થશે. જોગવાઇ કરવામાં આવે છે કે આ પેટા કલમમાં કોઇ વ્યકિત ગુના સબબ શિક્ષા માટે જવબદાર ગણાય તેવા એવા પુરવાર કરે છે કે તેના માહિતીની જાણની અંદર આ ગુનો બન્યો નથી કે પૂરા ખંત અને કાળજી છતાં ગુનો થતો રોકતાં અટકાવી શકયા નથી તો કઇ પણ સમાવિષ્ટ નથી. (૨) આ પેટા કલમ (૧)માં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ કે જયાં ગુનો આ કાયદા હેઠળ કોઇ સંમતિથી કે મીઠીનજરથી બનયો છે તો ડાયરેકટર, મેનેજર, સેક્રેટરી કે અન્ય ઓફિસર કંપનીના હોય તેના આંખમિચામણાથી બન્યો છે તો એવા નિયામક, મેનેજર, સેક્રેટરી કે અન્ય ઓફિસર ગુના બદલ ગુનેગાર/ કસૂરવાર ઠરશે અને તે મુજબ શિક્ષા માટે કાયૅવાહી થશે. સ્પષ્ટીકરણઃ- (એ) કંપની એટલે કોઇ કોર્પોરેશનની બોડી અને પેઢી સહિત સમાવિષ્ટ થાય છે કે (બી) ડાયરેકટર બીજા અન્ય વ્યકિતઓના મંડળ એટલે પેઢીના અર્થમાં પેઢીનો ભાગીદાર