
દાખલ થવાના અને ઇન્સ્પેકેશનની સતાઓ
(૧) આ કાયદાના હેઠળ બનાવેલ કે નિયમો હેઠળ ખાણ કે ત્યજી દીધેલ ખાણ વર્કિંગ ખરેખર એન વાસ્તવિક સ્થિતિની ખાત્રી રવાના હેતુથી અને કાયદાથી સબંધિત એવા અન્ય હેતુ માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્રારા તેમના વતી જનરલ કે ખાસ હુકમથી કોઇ ઓથોરાઇઝડ વ્યકિત થશે. (એ) દાખલ થઇને કોઇ ખાણનું ઇન્સ્પેકશન કરશે. (બી) આવી ખાણમાં મોજણી કે અનય માપણી કરશે. (સી) ખાણમાં જે તે જગ્યાએ પડેલ ખનીજ જથ્થાની માપણી અને વજન કરશે. (ડી) કોઇ ડોકયુમેન્ટ બુક રજીસ્ટર કે રેકૅડ જે કોઇ વ્યકિત સતામાં કે કલમમાં હશે તેની પાસેથી મેળવીને તપાસ કરશે. કોઇ ખાણની જગ્યાની ઓળખ કે નિશાનીઓ તેની ઉપર કરશે. ડોકયુમેન્ટ રજીસ્ટાર બુક રેકૅડ કે કોઇ વ્યકિતની પાસેથી મેળવી તેના ઉતારા મેળવશે. (ઇ) ખંડ (ડી) હેઠળના ડોકયુમેન્ટ બુક રેકડૅ રજીસ્ટરને હાજર કરાવવા હુકમ કરશે (એફ) કોઇપણ ખાણના સબંધમાં (કનેકશનમાં) કન્ટ્રોલમાં હોય તેવા વ્યકિતની તપાસ કરશે. (૨) દરેક વ્યકિત કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્રારા પેટા કલમ (૧) દ્રારા અધિકૃતતા ધરાવતી હોય તેથી ભારતીય દંડ સંહિતાની કલમ ૨૧ હેઠળ જાહેર નોકર ગણાશે અને ખંડ (સી) અને ખંડ (એફ) હેઠળ સતાની રૂએ જારી કરેલ સમન્સ કે ઓડૅર જે કોઇ ઉપર કયૅ હોય તે વ્યકિત કાયદેસર હુકમ પાળવા માટે બંધાયેલ રહેશે.
Copyright©2023 - HelpLaw