વિશીષ્ટ કોટૅનું બંધારણ - કલમ:૩૦(બી)

વિશીષ્ટ કોટૅનું બંધારણ

(૧) રાજય સરકાર કલમ-૪ની પેટા કલમ (૧) કે પેટા કલમ (૧-એ) ની જોગવાઇઓના ઉલ્લંઘનના ગુન્હાઓની ઝડપી ટ્રાયલ થાય તે હેતુથી જાહેરનામામાં સમાવિષ્ટ કરીને આવા વિસ્તાર માટે જેટલી જરૂરી હોય તેટલી ખાસ કોર્ટોની સ્થાપના કરશે. (૨) ખાસ અદાલતના જજ રહેશે કે રાજય સરકાર દ્રારા ઉચ્ચ ન્યાયાલય સાથે પરામશૅ કરીને નિમવામાં આવશે. (૩) એ વ્યકિત જે જિલ્લા અને સત્ર અદાલતનો જજ રહેલ ના હોય તે ખાસ અદાલતના જજ માટે લાયક ગણાશે નહી. (૪) કોઇ વ્યકિત ખાસ અદાલતના હુકમથી વ્યથિત હોય તે ઉચ્ચ અદાલતમાં આવા હુકમની તારીખથી સાઇઠ દિવસની અંદર અપીલ કરી શકશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૩-બી ઉમેરવામાં આવેલ છે.)