
કલમ - ૧૯
ન્યાયધીશ - શબ્દ ન્યાયધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે એટલું જ નહિ,પણ કોઈ કાયદેસરની દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેસલો આપવાની અથવા જેની વિરુદ્ધ અપીલ કરવાની ન આવે તો અંતિમ આવે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની અથવા જેને બીજા કોઈ સત્તાધિકારી બહાલી રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી જેને સત્તા આપવામાં આવી હોય તેવી દરેક વ્યક્તિનો અથવા વ્યક્તિઓના બનેલા જે મંડળને એવો ફેસલો આપવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે.
Copyright©2023 - HelpLaw