અથૅઘટન
આ અધિનિયમમાં સંદભૅ ઉપરથી અન્યથા અપેક્ષિત હોય તે સિવાય (એ) રૂપાંતર એટલે (૧) કોઇ નાટય કૃતિના સબંધમાં તે કૃતિનું નાટયેતર કૃતિમાં રૂપાંતર (૨) સાહિત્ય કૃતિ અથવા કલાત્મક કૃતિના સબંધમાં તે કૃતિને જાહેર રીતે અથવા બીજી રીતે ભજવીને તેનું નાટયકૃતિમાં રૂપાંતર (૩) કોઇ સાહિત્ય અથવા નાટય કૃતિના સબંધમાં જેમાં કથાનક અથવા પ્રસંગ કોઇ પુસ્તકમાં એવા કોઇ વતૅમાન પત્રમાં માસિકમાં અથવા તત્સમ સામયિકમાં પુનઃનિમૅ ાણ માટે યોગ્ય સ્વરૂપમાં પૂણૅતઃ અથવા મુખ્યતઃ ચિત્રો દ્રારા કહેવામાં આવતી હોય તેવી કોઇ કૃતિ સક્ષિપ્ત આવૃતિ અથવા કોઇપણ આવૃતિ (૪) કોઇ સંગીત કૃતિના સબંધમાં તે કૃતિની સ્વરચના અથવા સ્વરાંતણ અને (૫) કોઇપણ કામના સબંધમાં તેની ફેર ગોઠવણી અથવા ફેરફારવાળા આવા કામનો કોઇપણ ઉપયોગ (એએ) એપેલેટ બોડૅ એટલે કે કલમ ૧૧ હેઠ એપેલેટ બોડૅ (સને ૨૦૧૭ નો સુધારો) (બી) સ્થાપત્ય કામ એટલે કલાત્મક સ્વરૂપ અથવા આકૃતિવાળી કોઇપણ ઇમારત અથવા બાંધકામ અથવા એવી ઇમારત અથવા બાંધકામનો નમૂનો (સી) કલાત્મક કૃતિ એટલે (૧) ચિત્રકામ શિલ્પકામ (આકૃતિ નકશો ચાટૅ અથવા પ્લાન સહિત) રેખાંકન કોતરકામ અથવા પછી એવી કૃતિ કલાત્મક ગુણવતા ધરાવતી હોય કે ન હોય તેની હરકત નથી (૨) સ્થાપત્ય કામ અને (૩) કલાત્મક કારીગરીની બીજી કોઇપણ કૃતિ (ડી) કતૅ ૫ એટલે કોઇપણ સાહિત્ય અથવા નાટય કૃતિના સબંધમાં તે કૃતિનો લેખક (૨) સંગીત કૃતિના સબંધમાં તેનો રચયિતા (૩) ફોટોગ્રાફ સિવાયની બીજી કોઇપણ કલાત્મક કૃતિના સબંધમાં ચિત્રકાર (૪) ફોટોગ્રાફના સબંધમાં ફોટોગ્રાફ લેનાર વ્યકિત (૫) સીનેમેટ્રોગ્રાફ ફિલ્મ આવા સાઉન્ડ રેકોર્ડિંગના સબંધમાં નિમૅાતા અને (૬) કોઇપણ સાહિત્યનું સંગીતનું અથવા કલા
કૃતિના કામ જે કોમ્પ્યુટરથી ઉદભવેલ હોય તેના સબંધમાં એવુ કામ ઊભુ કરનાર વ્યકિત (ડીડી) બ્રોડકાસ્ટ એટલે લોકોમાં પ્રસારણ (૧) વાયરલેસના વિસ્તારના સાધનો દ્રારા જાણ કરવી પછી ચિન્હ અવાજ અથવા દેખી શકાય તેવી છાપના સ્વરૂપ પૈકી કોઇપણ એક અથવા વધુ હોય તો પણ વાંધો નથી (૨) વાયર (તાર) દ્રારા લોકોને જાણ કરવી (ઇ) કેલેનડર વષૅ એટલે જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે શરૂ થતું વષૅ (એફ) સિનેમેટોગ્રાફ ફિલ્મ એટલે કોઇપણ સાધન દ્રારા મુવીંગ ઇમેજ રજૂ કરી શકાય તેવી પ્રક્રિયા મારફતે રજૂ કરેલ કોઇપણ માધ્યમ ઉપર દ્રશ્ય રેકોર્ડિંગ કરવાનું કોઇપણ કામ અને તેમાં આવા દ્રશ્ય રેકોર્ડિંગ સાથે અવાજના રેકડીંગનો સમાવેશ થાય છે અને સિનેમેટોગ્રાફ નો અથૅ વિડીયો ફિલ્મ સહિતના સિનેમેટોગ્રાફ સાથે જોડાયેલ કોઇપણ પ્રક્રિયા દ્વારા રજૂ કરેલ કોઇપણ કામનો સમાવેશ તરીકે કરવા જોઇશે. (એફ-એ) વેપારી ભાડે એટલે રેન્ટલ લીઝ અથવા કાયદેસર રીતે મેળવેલી કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ ધ્વનિ મુદ્રણ અથવા બીન નફાકારક શૈક્ષણિક સંસ્થા અથવા બીન નફાકારક લાયબ્રેરી દ્રારા બીન નફાકારક હેતુ માટે સિનેમા ઓટોગ્રાફ ફિલ્મનો સમાવેશ થતો નથી. સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુ માટે બિન-નફાકારક લાયબ્રેરી અથવા બિન-નફાકારક શૈક્ષણિક સંસ્થા એટલે જે સરકાર દ્રારા ગ્રાન્ટ મેળવતી હોય તે અથવા ઇન્કમ ટેકસ એકટ ૧૯૬૧ (૧૯૬૧નો ૪૩મો) હેઠળ વેરો ભરવામાંથી મુકતિ મેળવેલ હોય (એફએફ) લોકોને જાણ કરવી એટલે સીધી રીતે અથવા ડીસપ્લેનના કોઇપણ સાધન દ્રારા અથવા આવા કામની નકલો કાઢીને બીજી રીતે ફેલાવીને લોકોના જોવા અથવા સાંભળવા અથવા અન્યથા ભોગવવા માટે મળી શકે તેવું કોઇપણ કામ કરવું પછી ભલે લોકોમાંની કોઇપણ વ્યકિત એવી રીતે મળી શકે તેવું કરેલ કામ જોશે સાંભળશે અથવા અન્યથા ભોગવશે કે કેમ તે ધ્યાનમાં લેવાનું નથી સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુઓ માટે સેટેલાઇટ અથવા કેબલ અથવા બીજા કોઇપણ સાધન મારફત એક ઘર અથવા રહેણાંકના સ્થળ કોઇપણ હોટેલ અથવા હોસ્ટેલના રહેણાંકના રૂમ સહિત એક કરતાં વધુને સાથે સાથે જાણ કરવાથી લોકોને જાણ કરી હોવાનું ગણાશે. (એફએફ-એ) સંગીત કૃતિના સબંધમાં કંપોઝ કરનાર એટલે જેણે સંગીથી મઢયું હોય તે વ્યકિત પછી ભલે તેણે ગ્રાફીકસ નેશનલના સ્વરૂપમાં રેકોર્ડ કર્યું હોય (એફએફ-બી) કોમ્પ્યુટર માં કોઇપણ ઇલેકટ્રોનિક અથવા તેવી જ ડીવાઇસ જે માહિતી પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવતી હોય તેનો સમાવેશ થાય છે (એફએફ-સી) કોમ્પ્યુટર પ્રોગ્રામ એટલે શબ્દોમાં કોડમાં યોજનામાં અથવા કોઇપણ બીજા સ્વરૂપમાં વ્યકત કરેલ સૂચના જો સેટ અમુક કામ કરવા અથવા અમુક પરિણામ મેળવવા માટે કોમ્પ્યુટરને સક્ષમ બનાવવા વાંચી શકે તેવા માધ્યમના મશીનનો સમાવેશ થાય છે. (એફએફ-ડી) કોપીરાઇટ સોસાયટી એટલે કલમ ૩૩ની પેટા કલમ (૩) હેઠળ રજિસ્ટર થયેલી સોસાયટી (( એફ-એ થી એફએફ-ડી નો સન ૨૦૧૨નો અધિનિયમ ક્રમાંક ૨૭ મુજબ ઉમેરો કરવામાં આવેલ છે.)) (જી) ડીલીવરી લેકચરના સબંધમાં કોઇપણ યાંત્રીક સાધન દ્રારા અથવા આકાશવાણી દ્વારા કરેલા ભાષણનો સમાવેશ થાય છે. (એચ) નાટય કૃતિ માં બોલવા માટેનું કોઇપણ લખાણ નૃત્ય નાટીકા અથવા જે મૂક પ્રયોગની દ્રશ્ય રચના અથવા અભિનયનું સ્વરૂપ લખાણ દ્વારા અથવા બીજી રીતે નકકી કરવામાં આવ્યું હોય તેવા મૂક પ્રયોગના મનોરંજનનો સમાવેશ થાય છે પણ તેમાં સિનેમેટોગ્રાફ ફિલ્મનો સમાવેશ થતો નથી. (એચએચ) ડુપ્લીકેટિંગ સાધન એટલે કોઇપણ કૃતિની નકલો કરવામાં ઉપયોગ કરેલ અથવા ઉપયોગ કરવાનો ઇરાદાવાળી કોઇપણ યાંત્રિક કરામત અથવા યુકિત (આઇ) કોતર કામ માં એચિંગ લિયોગ્રાફ લાકડા પરની કોતરણી છાપકામ અને ફોટોગ્રાફને હોય તેવી તત્સમાન બીજી કૃતિઓનો સમાવેશ થાય છે. (જે) એકહથ્થુ લાઇસન્સ એટલે જે લાઇસન્સ પરથી (કોપીરાઇટના માલિક સુધી) બીજી સઘળી વ્યકિતઓને બાકાત રાખીને લાઇસન્સદારને અથવા તેણે અધિકૃત કરેલી વ્યકિતઓને કોઇ કૃતિમાંના કોપીરાઇટનો કોઇપણ હકક મળતો હોય તે લાઇસન્સ અને એકહથ્થુ લાઇસન્હાર એ સંજ્ઞાનો તદનુસાર અથૅ કરવો (કે) સરકારી કૃતિ એટલે (૧) સરકારે અથવા સરકારના કોઇપણ વિભાગે (૨) ભારતમાંના કોઇપણ વિધાનમંડળે (૩) ભારતમાંની કોઇપણ કોટૅ ટ્રિબ્યુનલ અથવા બીજા ન્યાયિક સતાધિકારીએ અથવા તેમના આદેશ અથવા નિયંત્રણ હેઠળ કરવામાં આવેલ અથવા પ્રકાશિત કરેલ કોઇપણ કૃતિ (એલ) ભારતીય કૃતિ એટલે સાહિત્ય કૃતિ નાટય કૃતિ અથવા સંગીત કૃતિ (૧) જેનો કતૅ । ભારતનો નાગરિક હોય તે અથવા (૨) ભારતમાં સૌથી પ્રથમ પ્રસિધ્ધ થઇ હોય તે અથવા (૩) પ્રસિધ્ધ નહિ થયેલ કૃતિની ભારતમાં કૃતિ બનાવતી વખતે કતૅ । ભારતનો નાગરિક હોય તે સાહિત્ય કૃતિ નાટય કૃતિ અથવા સંગીત કૃતિ (એમ) ભંગ કરતી નકલ એટલે (૧) સાહિત્ય કૃતિ, નાટય કૃતિ, સંગીત કૃતિ અથવા કલા કૃતિના સંબંધમાં સિનેમેટોગ્રાફ ફિલ્મના સ્વરૂપ સિવાય બીજી રીતે તેમનું પુનઃનિમૅ પણ (૨) ચલચિત્રપટ (સિનેમેટોગ્રાફ ફિલ્મ) ના સબંધમાં કોઇપણ સાધન દ્રારા કોઇપણ માધયમ ઉપર તૈયાર કરેલ ચિત્રપટની કોઇપણ પ્રત (૩) ધ્વનિ મુદ્રિકાના સબંધમાં કોઇપણ સાધન દ્રારા તૈયાર કરેલ તેના તે જ ધ્વનિ મુદ્રણનો સમાવેશ કરતી એવી કોઇપણ ધ્વનિ મુદ્રિકા (૪) જે કાયૅક્રમ અથવા પ્રોગ્રામના સબંધમાં આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ બ્રોડકાસ્ટીંગ પુનઃનિમૅાણનો હક અથવા પ્રયોગ કરનારનો હક રાખવામાં આવ્યો હોય તે કાયૅક્રમ અથવા પ્રોગ્રામના સબંધમાં આવા કાર્યક્રમ અથવા પ્રોગ્રામનું ધ્વનિ મુદ્રિત કરનાર રેકોડૅ અથવા સીનેમેટોગ્રાફ ફિલ્મ જોગવાઇ કરવામાં આવી છે કે આવું પુનઃનિમૅણ નકલ અથવા સાઉન્ડ રેકોર્ડિંગ આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને કરવાનું ચાલુ હોવું જોઇએ. (એન) વ્યાખ્યાનો માં સંભાષણ ભાષણ અને પ્રવચનનો સમાવેશ થાય છે. (ઓ) સાહિત્ય કૃતિમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ ટેબલ્સ અને કોમ્પ્યુટર ડેટાબેઝ સહિત કમ્પાઇલેશનનો સમાવેશ થાય છે. (પી) સંગીત કૃતિ એટલે સંગીતવાળી કૃતિ અને તેમાં આવી કૃતિના કોઇપણ ગ્રાફીકલ નોશનનો સમાવેશ થાય છે પણ સંગીત સાથે ગાવાનો બોલવાનો અથવા બજાવવાનો ઇરાદો હોય તેવા કોઇપણ શબ્દો અથવા કોઇપણ એકશનનો સમાવેશ થતો નથી (કયુ) ભજવણી એટલે ભજવનારના હકકના સબંધમાં એક અથવા એકથી વધારે ભજવનાર દ્રારા દ્રશ્ય અથવા ધ્વનિ રજૂઆતની જીવંત દેખાવ (કયુકયુ) ભજવનાર એટલે એકટર (પાત્ર ભજવનાર કલાકાર) સંગીતકાર નૃત્યકાર ખેલ કરનાર જોકર જાદુગર સાપની કરામત કરનાર ભાષણ આપનાર અથવા બીજા કોઇ ભજવણી કરનારનો સમાવેશ થાય છે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૩૮-બીના ખંડ (બી)ના હેતુ સિવાય જે ભજવનાર સીનેમેટોગ્રાફ ફિલ્મમાં જે વ્યકિતની ભજવણી કુદરતી રીતે અવારનવાર ઘટનાકિય હોય છે અને ઉધોગના કાયૅમાં સામાન્ય કાયૅ હોય છે જે ફિલ્મના ગુણ માટે ગણવામાં નથી આવતું (આર) રદ થયેલ છે. (એસ) ફોટોગ્રાફ માં ફોટો લીથોગ્રાફ અને ફોટોગ્રાફીના જેવી કોઇપણ પ્રક્રિયા દ્રારા નિમૅણ કરેલી કોઇપણ કૃતિનો સમાવેશ થાય છે પણ તેમા સિનેમેટોગ્રાફ ફિલ્મના કોઇપણ ભાગનો સમાવેશ થતો નથી. (ટી) તકતી (પ્લેટ) માં કોઇપણ કૃતિની નકલ છાપવા અથવા તેના પુનઃનિમૅાણ સારૂ વાપરેલ અથવા વાપરવા ધારેલ કોઇપણ બીબાનાં પતરાં અથવા બીજી તકતી શિલા બ્લોક ઘાટ (મોલ્ડ) ઓઠા (મેટ્રિકસ) ટ્રાન્સફર નેટેટીવ ડુપ્લીકેટિંગ સાધન અથવા બીજા સાધનનો અને જે દ્રારા તે કૃતિની શ્રાવ્ય સ્વરૂપમાં રજૂઆત કરવા માટે સાઉન્ડ રેકોર્ડિંગ તૈયાર કરવામાં આવતું હોય અથવા તૈયાર કરવા ધાર્યું હોય તેવા કોઇ પણ ઓઠા અથવા બીજા ઉપકરણનો સમાવેશ થાય છે. (યુ) ઠરાવેલુ એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો દ્રારા ઠરાવેલુ (યુયુ) સીનેમેટ્રોગ્રાફ ફિલ્મ આપવા સાઉન્ડ રેકોર્ડિંગના સબંધમાં નિમૅતા એટલે કામ કરવા માટે રસ અને જવાબદારી લેનાર વ્યકિત (વી) રદ થયેલ છે. (ડબલ્યુ) રદ થયેલ છે. (એકસ) રીપ્રોગ્રાફી એટલે ફોટોકોપી અથવા તેવા જ સાધન દ્રારા કૃતિની નકલ કરવી (એકસ-એ) વ્યવસ્થા હકક માહિતી (રાઇટસ મેનેજમેન્ટ ઇન્ફોમૅશન) એટલે (એ) કાયૅ અથવા ભજવણીની ઓળખ આપતું નામ અથવા માહિતી (બી) રચનાકાર અથવા ભજવનારનું નામ (સી) માલીકી હકક ધરાવનારનું નામ અને સરનામું (ડી) હકક વાપરવાને લગતા નિયમો અને શરતો (ઇ) પેટા કલમ (એ) થી (ડી) માં જણાવેલ મુજબની નંબર અને સંજ્ઞાને રજૂ કરતી માહિતી જોગવાઇ કરવામાં આવી છે કે ઉપયોગ કતૅની ઓળખ આપવા માટેના હેતુ માટેના સાધન અથવા પ્રક્રિયાનો તેમા સમાવેશ થતો નથી. (એકસ એકસ) સાઉન્ડ રેકોર્ડિંગ એટલે સાઉન્ડનું રેકોર્ડિંગ કરવું જેમાથી આવો સાઉન્ડ રજૂ કરી શકાય અથવા કઇ રીતે સાઉન્ડ રજૂ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં લેવાનો નથી કયા માધ્યમમાં આવું રેકોર્ડિંગ કરવામાં આવ્યુ છે. (એકસ એકસ-એ) દ્રશ્ય મુદ્રણ એટલે કોઇપણ પધ્ધતિથી કોઇપણ માધ્યમમાં કે જેમાં ઇલેકટ્રોનિક સાધન દ્રારા સંગ્રહિત થઇ શકે જેમાં આ કૃતિ અથવા રજૂઆત હોય તે મુદ્રણ કે જેના દ્વારા તેનું આદાન પ્રદાન થઇ શકે ફરી રજૂ થઇ શકે અથવા અનુભવી શકાય (વાય) કૃતિ એટલે નીચેની કૃતિઓ પૈકી કોઇ એક એટલે કે (૧) સાહિત્ય કૃતિ નાટય કૃતિ સંગીત કૃતિ અથવા કલાત્મક કૃતિ (૨) સિનેમેટટોગ્રાફ ફિલ્મ (૩) સાઉન્ડ રેકોર્ડિંગ (ઝેડ) નિમૅતાઓએ સયુંકત રીતે નિમૅણ કરેલી કૃતિ એટલે જે કૃતિમાં એક નિમૅતાનો અમુક ભાગ છે અને બીાજ નિમૅતા અથવા નિમૅ ાતાઓનો અમુક ભાગ છે એમ સ્પષ્ટ રીતે બતાવી ન શકાય તેવી બે અથવા વધુ નિમૅાતાઓએ મળીને નિમૅણ કરેલી કોઇ કૃતિ (ઝેડએ) શિલ્પ કૃતિ માં આકૃતિઓ અને મોડેલોનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw