કૃતિ ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ કયારે ગણાય ? - કલમ:૫

કૃતિ ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ કયારે ગણાય ?

આ અધિનિયમના હેતુઓ માટે ભારતમાં પ્રકાશિત થયેલ કોઇ કૃતિ તે બીજા કોઇ દેશમાં તે જ સમયે પ્રકાશિત કરવામાં આવી હોય તેમ છતાં જો એવા બીજા દેશે એવી કૃતિ માટેના કોપીરાઇટની મુદત એથી ટૂંકી રાખી ન હોય તો ભારતમાં પહેલી વખત પ્રકાશિત થયેલ ગણવામાં આવશે અને જો હોય તો ભારતમાં થયેલ પ્રકાશનના સમય અને એવા બીજા દેશમાં થયેલ પ્રકાશનના સમય વચ્ચે ત્રીસ દિવસ અથવા કેન્દ્ર સરકાર કોઇ નિર્દિષ્ટ દેશ માટે ઠરાવે તેવી બીજી મુદત કરતાં વધારે સમય વીત્યો ન હોય તો તે કૃતિ ભારતમાં અને તે બીજા દેશમાં એક જ સમયે પ્રકાશિત થયેલ ગણાશે.