એપેલેટ બોર્ડે (કોપીરાઇટ બોડૅ) કરવાના કેટલાક તકરારોના નિણૅય - કલમ:૬

એપેલેટ બોર્ડે (કોપીરાઇટ બોડૅ) કરવાના કેટલાક તકરારોના નિણૅય

નીચેના કોઇ પ્રશ્નો ઊભો થાય તો (એ) પ્રકરણ-૫ ના હેતુઓ માટે કૃતિ પ્રસિધ્ધ કરવામાં આવી છે કે કેમ અથવા કઇ તારીખે તે કૃતિ પ્રસિધ્ધ કરવામાં આવી છે તે સબંધી (બી) કોઇપણ કૃતિની કોપીરાઇટની મુદત આ અધિનિયમ હેઠળ તે કૃતિના સબંધમાં જોગવાઇ કરી હોય તે સિવાયના કોઇપણ બીજા દેશમાં ઓછી છે કે કેમ તેને કલમ ૧૧ હેઠળ રચાયેલ એપેલેટ બોડૅ સમક્ષ નિણૅયાર્થે મોકલવો જોઇશે અને તેનો તે ઉપરનો નિણૅય આખરી રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ બોર્ડના અભિપ્રાય મુજબ કલમ ૩માં ઉલ્લેખેલ નકલો કાઢવાનું અથવા લોકોને જાણ કરવાનું ક્ષુલ્લક પ્રકારનું છે તો તે કલમના હેતુઓ માટે પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવાનું ગણાશે નહિ.