કોપીરાઇટ રજિસ્ટ્રાર અને નાયબ કોપીરાઇટ રજિસ્ટ્રારો
(૧) કોપીરાઇટ રજિસ્ટ્રારની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે અને તે એક અથવા વધુ નાયબ કોપીરાઇટ રજિસ્ટ્રારો નીમી શકશે. (૨) નાયબ કોપીરાઇટ રજિસ્ટ્રાર કોપીરાઇટ રજિસ્ટ્રારના દેખરેખ એન નિયંત્રણ હેઠળ રજિસ્ટ્રાર વખતોવખત તેને સોંપે તેવાં આ અધિનિયમ હેઠળના રજિસ્ટ્રારના કાર્યો બજાવશે અને આ અધિનિયમમાં કોપીરાઇટ રજિસ્ટ્રારના ઉલ્લેખમાં જયારે તે આવા કાર્યો બજાવતા હોય ત્યારે નાબય કોપીરાઇટ રજિસ્ટ્રારનો પણ સમાવેશ થશે.
Copyright©2023 - HelpLaw