
એપેલેટ બોર્ડની સતા અને કાયૅરીતિ
(૧) એપેલેટ બોર્ડને આ અધિનિયમ હેઠળ કરવામાં આવે તે નિયમોને આધિન રહીને તેની બેઠકોનાં સ્થળ અને સમય નકકી કરવા સહિત પોતાની કાયૅરીતિ નકકી કરવાની સતા રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ બોડૅ સામાન્ય રીતે આ અધિનિયમ હેઠળ તેની સમક્ષ શરૂ કરવામાં આવેલ કાયૅવાહીની સુનાવણી કાયૅવાહી શરૂ કરતી વખતે કાયૅવાહી શરૂ કરનાર વ્યકિત ખરેખર અને પોતાની રાજીખુશીથી જયાં રહેતી હોય કે ધંધો કરતી હોય કે કમાવા માટે જાતે કામ કરતી હોય તે ઝોનમાં કરશે, સ્પષ્ટીકરણઃ- આ અધિનિયમ હેઠળ ઝોન એટલે રાજય પુનઃરચના અધિનિયમ ૧૯૫૬ (સન ૧૯૫૬નો ૩૭માં) ની કલમ ૧૫માં નિર્દિષ્ટ કરેલ ઝોન (ઝોન એટલે ઉતર પંજાબ, રાજસ્થાન, કાશ્મીનર, દિલ્હી, અને હિમાચલ પ્રદેશ, દક્ષિણ આંધ્રપ્રદેશ, મદ્રાસ, કેરાળા, મધ્ય ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ, પૂર્વે બિહાર, વે.બંગાળ, ઓરિસ્સા, આસામ, મણીપુર અને ત્રિપુરા, પશ્ચિમ બોમ્બે,મૈસુર ) (૨) એપેલેટ બોર્ડે દરેક સભ્યોની બનેલા એવા એપેલેટ બોર્ડના અધ્યક્ષ તેના સભ્યોમાંથી રચેલી બેંચો દ્રારા પોતાની સતા વાપરશે અને પોતાના કાર્યો બજાવશે. જોગવાઇ કરવામાં આવી છે કે અધ્યક્ષનો એવો અભિપ્રાય થાય કે કોઇપણ અગત્યની બાબત માટે બેન્ચ દ્રારા સાંભળવી જોઇએ તો તે પાંચ સભ્યોની બનેલી ખાસ બેન્ચને તે બાબત મોકલી શકશે. (૩) રદ થયેલ છે. (૪) રદ થયેલ છે. (૫) એપેલેટ બોર્ડનો સભ્ય પોતાનું અંગત હિત હોય એવી કોઇ બાબત પ્રસંગે બોડૅ સમક્ષની કાયૅવાહીમાં ભાગ લઇ શકશે નહિ. (૬) આ અધિનિયમ હેઠળ એપેલેટ બોર્ડે કોઇ કાયૅ કે ચલાવેલી કાયૅવાહી સામે બોડૅમાં કોઇ ખાલી જગ્યા હોવાને કે તેની રચનામાં ખામી હોવાના કારણે જ વાંધો ઉઠાવી શકાશે નહિ. (૭) એપેલેટ બોર્ડ ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪ના રજા) ની કલમો ૩૪૫ અને ૩૪૬ ના હેતુઓ પૂરતું દિવાની કોર્ટ ગણાશે અને બોડૅ સમક્ષની તમામ કાયૅવાહી ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૧૯૩ અને ૨૨૮ ના અર્થ મુજબ ન્યાયિક કાર્યવાહી ગણાશે
Copyright©2023 - HelpLaw