
કોપીરાઇટવાળી કૃતિઓ
(૧) આ કલમની જોગવાઇઓ અને આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને નીચેના વગૅ ની કૃતિઓમાં સમગ્ર ભારતમાં કોપીરાઇટ રહેશે. (એ) મૌલિક સાહિત્ય કૃતિઓ નાથ કૃતિઓ સંગીત રચનાઓ અને કલાત્મક વસ્તુઓ (બી) સિનેમેટોગ્રાફ ફિલ્મો અને (સી) સાઉન્ડ રેકોર્ડિંગ (૨) કલમ ૪૦ કે કલમ ૪૧ની જોગવાઇઓ જે કૃતિને લાગુ પડતી હોય તે સિવાયની પેટા કલમ (૧) માં નિર્દિષ્ટ કરેલ કોઇ કૃતિમાં કોપીરાઇટ નીચેના સંજોગોમાં રહેશે નહિ. (૧) પ્રકાશિત કૃતિની બાબતમાં જો તે કૃતિ સૌથી પ્રથમ ભારતમાં પ્રકાશિત થઇ ન હોય ત્યાં અથવા તે સૌથી પ્રથમ ભારત બહાર પ્રકાશિત થઇ હોય ત્યાં તેનો કૉઃ । પ્રકાશનની તારીખે અથવા તે તારીખે તે મરણ પામેલા હોય તો તેના મરણ વખતે તે ભારતનો નાગરિક ન હોય તો (૨) સ્થાપત્ય કલાકૃતિ સિવાયની અપ્રકાશિત કૃતિની બાબતમાં કૃતિ તૈયાર કરતી વખતે તેનો કૉ । ભારતનો નાગરિક કે વસવાટી ન હોય તો અને (૩) સ્થાપત્ય કલાકૃતિની । બાબતમાં તે કૃતિ ભારતમાં આવેલી ન હોય તો સ્પષ્ટીકરણઃ- સંયુકત કતૃત્વવાળી કૃતિની બાબતમાં આ પેટા કલમમાં નિર્દિષ્ટ કરેલી કોપીરાઇટ બધાની શરતો તે કૃતિના બધા જ કૉ ઓએ પૂરી કરવી જોઇશે. (૩) નીચેની બાબતોમાં કોપીરાઇટ રહેશે નહિ
(એ) કોઇ સિનેમેટોગ્રાફી ફિલ્મમાં જો તે ફિલ્મનો સારો એવો ભાગ કોઇ બીજી કૃતિમાના કોપીરાઇટનો ભંગ કરતો હોય (બી) સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે સંગીત રચનાના સબંધમાં તૈયાર કરેલ સાઉન્ડ રેકોર્ડિંગમાં જો તે સાઉન્ડ રેકોર્ડિંગ તૈયાર કરવામાં એ કૃતિમાના કોપીરાઇટનો ભંગ થયેલ હોય (૪) સિનેમેટોગ્રાફ ફિલ્મ કે રેકોર્ડમાંના કોપીરાઇટથી જેના કે જેના સારા એવા ભાગના સબંધમાં પ્રસંગ પ્રમાણે ફિલ્મ કે રેકોડૅ તૈયાર કરવામાં આવેલ હોય તેવી કૃતિમાંના જુદા કોપીરાઇટને બાધ આવશે નહિ. (૫) સ્થાપત્યના કામ બાબતમાં કોપીરાઇટ માત્ર કલાત્મક લક્ષણ અને ડિઝાઇનમાં જ રહેશે અને રચનાની પ્રક્રિયાઓ કે રીતોને લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw