
કોપીરાઇટનો અથૅ
(૧) આ અધિનિયમના હેતુઓ માટે કોપીરાઇટ એટલે આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને નીચેના કાર્યો કરવાનો સુવાંગ હક (એ) કોમ્પ્યુટર પ્રોગ્રામ સિવાયની સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે સંગીત રચનાની બાબતમાં (૧) ઇલેકટ્રોનિક સાધનો દ્રારા કોઇપણ માધ્યમમાં તેનો સંગ્રહ કરવા સહિત તે કૃતિની કોઇ મૂર્ત રૂપમાં ફેર રજૂઆત કરવા (૨) અગાઉ ફલાવવામાં હોય તેવી નકલો સિવાય લોકોને તે કૃતિની નકલ આપવી (૩) તે કૃતિ લોકો સમક્ષ રજૂ કરવી અથવા લોકોને તેની જાણ કરવી (૪) કૃતિને લગતી કોઇપણ સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા સાઉન્ડ રેકોર્ડિંગ બનાવવું (૫) તે કૃતિનું કોઇ ભાષાંતર કરવું. (૬) તે કૃતિનું કોઇ રૂપાંતર કરવું (૭) તે કૃતિનું ભાષાંતર કે રૂપાંતર કરવા સબંધમાં ખંડ (૧) થી (૬) માં નિર્દિષ્ટ કરેલ કોઇ કાર્ય કરવું (બી) કોમ્પ્યુયર પ્રોગ્રામની બાબતમાં (૧) ખંડ (એ)માં નિર્દિષ્ટ કરેલ કોઇપણ કાયૅ કરવું. (૨) કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ વેચવી અથવા વાણિજિયક ભાડેથી આપવી અથવા વેચાણ અથવા વાણિજિયક ભાડા માટે દરખાસ્ત કરવી જોગવાઇ કરવામાં આવી છે કે આવું વાણિજિયક ભાડું જયારે પ્રોગ્રામ પોતે જ ભાડાનો આવશ્યક ઉદેશ ન હોય ત્યારે કોમ્પ્યુટર પ્રોગ્રામના સબંધમાં લાગુ પડશે નહિ. (સી) કોઇપણ કલાત્મક વસ્તુની બાબતમાં (૧) કૃતિના કોઇપણ મટીરીયલમાં પુનઃ બનાવવા માટે સમાવવા
(એ) તેના વિભાગ કે બીજા વડે કે કોઇ માધ્યમમાં સંગ્રહ કરીને કે (બી) કાર્યને પરિમાણ ? પરીમાણ પરિવતૅન કરશે કે (સી) કાયૅને ત્રણ પરિમાણને બે પરિમાણમાં પરિવતૅન કરીને (૨) કૃતિને જાહેર જનતામાં પ્રદર્શિત કરવી (૩) કૃતિની નકલોને ફેલાવામાં હોય તેના સિવાયની કૃતિની નકલોને જાહેર જનતામાં આપવી. (૪) કોઇપણ સિનેમેટોગ્રાફ ફિલ્મમાં કૃતિનો સમાવેશ કરવો. (૫) કોઇપણ વસ્તુનુ રૂપાંતર તૈયાર કરવું (૬) પેટા ખંડો (૧) થી (૪) માં વસ્તુના સબંધમાં નિર્દિષ્ટ કરેલ કોઇપણ કૃતિના નિરૂપણ સબંધી કાયૅ કરવું (ડી) સીનમેટ્રોફીક ફિલ્મની બાબતમાં (૧) ફિલ્મની નકલો બનાવવી સમાવેશ કરવી
(એ) કોઇ દ્રશ્ય કે તેના ભાગની ફોટોગ્રાફી કે (બી) વિજાણુ કે બીજા દ્રારા કોઇપણ માધ્યમમાં સંગ્રહવા માટે (૨) ફિલ્મની કોઇપણ નકલ વેચવી અથવા ભાડે આપવી અથવા ભાડે આપવાની દરખાસ્ત કરવી પછી ભલે આવી નકલ અગાઉના પ્રસંગોએ વેચવામાં અથવા ભાડે આપવામાં આવી હોય (૩) લોકોને ફિલ્મની જાણ કરવી (ઇ) સાઉન્ડ રેકોર્ડિંગની બાબતમાં (૧) તેનો સમાવેશ કરતા તેના અવાજનું રેકોડિગ કરવું (વિજાણુ કે બીજા દ્રારા કોઇપણ માધ્યમમાં સંગ્રહ કરવું સમાવેશ કરવું) (૨) વેચાણ કરવું કે વાણિજય ભાડાથી આપવું કે વેચાણ કે આવા ભાડે આપવા માટે અવાજ રેકોર્ડિંગની નકલોનો પ્રસ્તાવ મૂકવો (૩) લોકોને સાઉન્ડ રેકોર્ડિંગની જાણ કરવી. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે એક વખત વેચેલી નકલ અગાઉ ફેલાવવામાં હોય તેવી નકલ તરીકે ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw