
ડિઝાઇન અધિનિયમ ૨૦૦૦ (સન ૨૦૦૦નો ૧૬મો) હેઠળ રજિસ્ટર કરાયેલ કે રજિસ્ટર કરાવવાપાત્ર ડિઝાઇનમાંના કોપીરાઇટને લગતી ખાસ જોગવા
(૧) ડિઝાઇન અધિનિયમ ૨૦૦૦ (સન ૨૦૦૦નો ૧૬મો) હેઠળ રજિસ્ટર કરાયેલ ખાસ કોઇ ડિઝાઇનમાં આ અધિનિયમ હેઠળ કોપીરાઇટ રહેશે નહિ. (૨) ડિઝાઇન અધિનિયમ ૨૦૦૦ (સન ૨૦૦૦નો ૧૬મો) હેઠળ રજિસ્ટર કરાવવાપાત્ર પણ રજિસ્ટર નહિ કરાયેલી કોઇ ડિઝાઇનમાંનો કોપીરાઇટ જે વસ્તુમાં આ ડિઝાઇનનો ઉપયોગ થયો હોય તેની કોપીરાઇટનો માલિક કે તેની પરવાનગીથી કોઇ અન્ય વ્યકિત ઔધોગિક પ્રક્રિયાથી પચાસ કરતા વધુ વખત ફેર રજૂઆત કરે તે તરત બંધ થશે.
Copyright©2023 - HelpLaw