એસાઇનમેન્ટની રીત
(૧) કોઇ કૃત્તિમાંના કોપીરાઇટનુ એસાઇનમેન્ટ જો તે એસાઇન કરનારે કે તેના વિધિસર અધિકૃત એજન્ટે સહી કરેલ લખાણના રૂપમાં ન હોય તો કાયદેસર થશે નહિ. (ર) કોઇપણ કૃતિમાંના કોપીરાઇટનું એસાઇનમેન્ટ આવી કૃતિની ઓળખ ગણાશે અને સોંપેલ હકો અને આવા એસાઇનમેન્ટની મુદત અને પ્રાદેશિક પ્રમાણ નિર્દિષ્ટ કરવામાં આવશે. (૩) કોઇ કૃતિના કોપીરાઇટ આપવામાં ચૂકવવાપાત્ર રોયલ્ટી અને બીજા કે અવેજ ને દશૅ વેશે જે તેના લેખક કે તેના કાયદેસરના પ્રતિનિધિને આવા આપવામાં આવેલ કાયૅ દરમ્યાન ચાલુ રહેશે અને આવો કરાર ફેરવિચારણા લંબાવવો કે અંત લાવવો તે પક્ષકારોની પરસ્પર નકકી થયેલ શરતો મુજબ રહેશે. (૪) એસાઇની એસાઇનમેન્ટની તારીખથી એક વષૅની મુદતની અંદર આ કલમની બીજી કોઇપણ પેટા કલમ હેઠળ તેને સોંપેલ હકો વાપરે નહિ તો આ હકના સબંધમાં એસાઇનમેન્ટ સદરહુ મુદત પુરી થયા પછી અન્યથા એસાઇનમેન્ટમાં નિર્દિષ્ટ કરેલ હોય તે સિવાય લુપ્ત થયેલ હોવાનું ગણાશે.
(૫) એસાઇનમેન્ટની મુદત જણાવી ન હોય તો એસાઇનમેન્ટની તારીખથી પાંચ વર્ષની હોવાનું ગણાશે. (૬) હકના એસાઇનમેન્ટનો પ્રદેશિક વિસ્તાર નિર્દિષ્ટ કર્યો ન હોય તો ભારતની અંદરનો વિસ્તાર હોવાનું માની લેવામાં આવશે. (૭) પેટા કલમ (૨) અથવા પેટા કલમ (૩) અથવા પેટા કલમ (૪) અથવા પેટા કલમ (૫) અથવા પેટા કલમ (૬) માંનો કોઇપણ મજકૂર કોપીરાઇટ (સુધાર) અધિનિયમ ૧૯૯૪ અમલમાં આવ્યો તે પહેલા કરેલ એસાઇનમેન્ટને લાગુ પાડી શકાશે નહિ. (૮) કોઇ કૃતિના કોપીરાઇટના કરારની શરતો અને અવધિ જેના હકકો પહેલેથી કોપીરાઇટ સોસાયટી જેનો આ કૃતિનો લેખક સભ્ય છે તેને કરાર કરેલ છે તે રદબાતલ રહેશે. (૯) સિનેમેટોગ્રાફીક ફિલ્મ બનાવવા માટે કોઇ કૃતિના કોપીરાઇટનો કરાર આવી કૃતિને જાહેર જનતામાં સિનેમાંઘરોમાં સિનેમેટ્રોગ્રાફ ફિલ્મ દ્વારા પ્રદર્શિત કરવા સિવાય આવી કૃતિનો બીજો કોઇપણ પ્રકારના ઉપયોગ બદલ સમાન આધારે કૃતિના લેખકને ચૂકવવાપાત્ર રોયલ્ટી કે અવેજના અધિકારને અસર કરશે નહી. (૧૦) અવાજ રેકોર્ડિંગ માટેના કોઇ કાયૅના કોપીરાઇટનો કરાર જે સિનેમેટોગ્રાફી ફિલ્મનો ભાગ નથી આવી કૃતિનો બીજા કોઇપણ પ્રકારના ઉપયોગ બદલ સમાન આધારે કૃતિના લેખકને ચૂકવવાપાત્ર રોયલ્ટી કે અવેજના અધિકારને અસર કરશે નહી.
Copyright©2023 - HelpLaw