કોપીરાઇટ એસાઇનમેન્ટ કરવા સબંધી તકરાર - કલમ:૧૯(એ)

કોપીરાઇટ એસાઇનમેન્ટ કરવા સબંધી તકરાર

(૧) એસાઇનમેન્ટની પોતાને એસાઇનમેન્ટ થયેલ હકોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ ન કરે આવી કસૂર એસાઇનમેન્ટના કોઇપણ કૃત્ય અથવા વજનનું કાયૅ ન હોય તો કોપીરાઇટ બોડૅ એસાઇનમેન્ટ તરફથી ફરિયાદ મળ્યુ અને પોતે યોગ્ય ગણે તેવી તપાસ હાથ ધયૅ ! પછી આવું એસાઇનમેન્ટ રદ કરી શકશે. (૨) કોઇપણ કોપીરાઇટના એસાઇનમેન્ટના સબંધમાં કોઇ તકરાર ઊભી થાય તો કોપીરાઇટ બોડૅ નારાજ થયેલ પક્ષકાર પાસેથી ફરિયાદ મળ્ય અને પોતે જરૂરી ગણે તેવી તપાસ હાથ ધયૅ ! પછી આપવાપાત્ર કોઇ રોયલ્ટીની વસૂલાત માટેના હુકમ સહિત પોતે યોગ્ય ગણે તેવો હુકમ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોપીરાઇટ બોર્ડે પોતાને એવી ખાતરી થાય કે એસાઇનમેન્ટની શરતો જેમા એસાઇનર કૉા હોય તે કિસ્સામાં એસાઇનર માટે સખ્ત છે તે સિવાય એસાઇનમેન્ટ રદ કરવા માટે આ પેટા કલમ હેઠળ કોઇ હુકમ કરી શકશે નહિ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે પેટા કલમ નીચે કાયૅના રદ કરવા માટેની અરજીનો નિકાલ બાકી હોય કોપીરાઇટ બોર્ડે તેને યોગ્ય લાગે તેવો હુકમ જો કોઇ અવેજ આ હકકોના ઉપયોગની સોંપણી માટે ચૂકવવાનો બાકી હોય તે સાથેનો તેની શરતો અને અવધિની બાબતમાં કરશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ માટે એસાઇનમેન્ટ રદ કરવા માટેનો કોઇ હુકમ આવા એસાઇનમેન્ટની તારીખથી પાંચ વષૅની મુદતની અંદર કરી શકાશે નહિ. જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે આ પેટા કલમને કાયૅના રદ કરવા માટેનો ખચૅ આવા કાયૅની સોંપણી તારીખથી પાંચ વષૅના સમયગાળા માટે કરવામાં આવશે નહી. (૩) પેટા કલમ (૩) નીચે મેળવવાની દરેક ફરીયાદોને કોપીરાઇટ બોડૅ શકય તેટલી ઝડપી પ્રયત્નો કરશે અને ફરીયાદ મળ્યાની તારીખથી છ મહિનામાં આખરી હુકમો કરશે અને આવો કોઇ વિલંબ થશે તો કોપીરાઇટ બોડૅ તેના કારણોની નોંધ કરશે.