હસ્તપ્રતમાંનો કોપીરાઇટ વસિયતનામાંથી બીજાને જવા બાબત - કલમ:૨૦

હસ્તપ્રતમાંનો કોપીરાઇટ વસિયતનામાંથી બીજાને જવા બાબત

કોઇ વ્યકિત વસિયતનામા હેઠળ સાહિત્યકૃતિ નાટયકૃતિ સંગીતરચના કે કલાત્મક વસ્તુની હસતપ્રત માટે હકકદાર હોય અને વસિયતનામું કરનારના મૃત્યુ પહેલા તે કૃતિ પ્રકાશિત થયેલ ન હોય ત્યારે વસિયતનામું કરનારના વિલ કે તેના કોડિસિલમાં એથી ઉલટો ઇરાદો દશૅ વ્યો ન હોય તો તે વસિયતમાં વસિયતનામું કરનાર તેના મૃત્યુની તરત પહેલાં કોપીરાઇટનો માલિક હોય તેટલે અંશે જ કૃતિમાંનો કોપીરાઇટનો સમાવેશ થાય છે એમ ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં હસ્તપ્રત એટલે કે કૃતિનું મૂળૅ કરતું હસ્તલિખિત કે બીજા પ્રકારનું લખાણ