કોપીરાઇટ છોડી દેવાનો કતા નો હકક - કલમ:૨૧

કોપીરાઇટ છોડી દેવાનો કતા નો હકક

(૧) કૃતિનો કતૅ કૃતિમાંના કોપીરાઇટમાંના તમામ કે કોઇ હકકો ઠરાવેલ નમૂનામાં કોપીરાઇટ રજિસ્ટ્રારને લિખિત નોટીશ આપીને છોડી દઇ શકશે અને તેમ થયે હકકો પેટા કલમ (૩)ની જોગવાઇઓને આધિન રહીને નોટીશની તારીખથી બંધ થશે. (૨) પેટા કલમ (૧) હેઠળ નોટીશ મળે એટલે કોપીરાઇટ રજિસ્ટ્રાર તેને ગેઝેટમાં તેમજ પોતાને લાગે તે બીજી રીતે પ્રસિધ્ધ કરાવશે. (૨-એ) કોપીરાઇટ રજીસ્ટ્રાર આવી નોટીશ અધિકૃત પત્રકમાં પ્રસિધ્ધ થયાના ચૌદ દિવસની અંદર કોપીરાઇટ બોડૅની અધિકૃત વેબસાઇડ પર ચોંટાડશે અને ત્રણ વષૅથી ઓછા સમય માટે નહીં તેટલા સમય માટે રાખશે. (૩) કોઇ કૃતીમાંના કોપીરાઇટમાં સમાયેલ તમામ કે કોઇ હકકો છોડી દેવાથી પેટા કલમ (૧)માં સમાયેલ નોટીશની તારીખે કોઇ વ્યકિતની તરફેણમાં હોય તે કોઇ હકકોને બાધ આવશે નહિ.