પ્રકાશિત સાહિત્ય કૃતિઓ નાટય કૃતિઓ સંગીત રચનાઓ અને કલાત્મક વસ્તુઓના કોપીરાઇટની મુદત - કલમ:૨૨

પ્રકાશિત સાહિત્ય કૃતિઓ નાટય કૃતિઓ સંગીત રચનાઓ અને કલાત્મક વસ્તુઓના કોપીરાઇટની મુદત

આમા હવે પછી અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય કતાની હયાતી દરમ્યાન પ્રકાશિત થયેલી કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ, સંગીત રચના કે કલાત્મક વસ્તુમાંનો કોપીરાઇટ કતૅના મૃત્યુના વષૅ પછીનાં અંગ્રેજી વષૅથી શરૂ થઇને સાઇઠ વષૅ સુધી ચાલુ રહેશે. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં કતૅ ના ઉલ્લેખનો સંયુકત કતૃત્વવાળી કૃતિની બાબતમાં છેલ્લા મૃત્યુ પામનાર કાનો ઉલ્લેખ છે એમ અથૅ કરવો.