
મરણોતર કૃતિમાંના કોપીરાઇટથી મુદત
(૧) સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે સંગીત રચના અથવા કોપતરણીની બાબતમાં જેમા કતૅના મૃત્યુની તારીખે કોપીરાઇટ ચાલુ રહેતો હોય અથવા સયુકત કહૅત્વવાળી આવી કૃતિની બાબતમાં છેલ્લા મૃત્યુ પામનાર કતૅના મૃત્યુની તારીખે કે તે તારીખની તરત પહેલાં કોપીરાઇટ ચાલુ રહેતો હોય પરંતુ જે અથવા તેનું રૂપાંતર તે તારીખ પહેલા પ્રકાશિત થયેલ ન હોય તે કૃતિના સૌથી પ્રથમ પ્રકાશનના વષૅની તરત પછીના અંગ્રેજી વષૅની શરૂઆતથી અથવા જયારે કોઇ પહેલાના વષૅમાં તે કૃતિનું રૂપાંતર પ્રકાશિત થયું હોય તે વષૅના તરત પછીના અંગ્રેજી વષૅની શરૂઆતથી સાઇઠ વષૅ સુધી કોપીરાઇટ ચાલુ રહેશે. (૨) આ કલમમાં હેતુઓ માટે સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે સંગીત રચના અથવા આવી કોઇ કૃતિમાંનું રૂપાંતર જો તે લોકો સમક્ષ રજૂ થયેલ હોય અથવા તે કૃતિ ઉપરથી તૈયાર કરવામાં આવેલ કોઇ સાઉન્ડ રેકોર્ડિંગ જાહેર જનતાને વેચાઇ હોય કે જાહેર જનતા સમક્ષ વેચાણમાં મૂકવામાં આવેલ હોય તો તે પ્રકાશિત થયેલ ગણાશે.
Copyright©2023 - HelpLaw