કોપીરાઇટના માલિકોએ પરવાનગી આપવા બાબત - કલમ:૩૦

કોપીરાઇટના માલિકોએ પરવાનગી આપવા બાબત

કોઇપણ વિધમાન કૃતિમાનાં કોપીરાઇટનો માલિક અથવા ભાવિ કૃતિમાંના કોપીરાઇટનો ભાવિ માલિક તેની કે તેના વિધિસર અધિકૃત કરાવેલાં એજન્ટનો લેખિત પરવાનગીથી તે હકકમાંનું કોઇ હિત કોઇને આપી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે ભાવી કૃતિમાંના કોપીરાઇટની પરવાનગીની બાબતમાં એવી પરવાનગી કૃતિ તૈયાર થાય ત્યારે જ અસરકતા થશે. સ્પષ્ટીકરણઃ- આ કલમ હેઠળ કોઇ ભાવિ કૃતિમાંના કોપીરાઇટની પરવાનગી જેને આપવામાં આવી હોય તે વ્યકિત કૃતિ તૈયાર થાય તે પહેલા મૃત્યુ પામે ત્યારે પરવાનગીમાં કોઇ બીજી જોગવાઇ ન હોય તો તેના કાયદેસરના પ્રતિનિધિઓ તે પરવાનગીના હિતના હકકદાર બનશે.