જાહેરમાં રજૂ પરવાનગી થતી અટકાવાયેલ કૃતિઓની ફરજિયાત - કલમ:૩૧

જાહેરમાં રજૂ પરવાનગી થતી અટકાવાયેલ કૃતિઓની ફરજિયાત

જાહેરમાં પ્રકાશિત કરાયેલી કે રજૂ કરવામાં આવેલી કોઇ કૃતિમાં ના કોપીરાઇટની મુદત દરમ્યાન કોઇપણ સમયે એપેલેટ બોડૅ પાસે એવી ફરિયાદ કરવામાં આવે કે તે કૃતિમાંના કોપીરાઇટના માલિકે (એ) તે કૃતિને પુનઃપ્રકાશિત કરવાની કે પુનઃપ્રકાશિત થવા દેવાની ના પાડી છે અથવા તે કૃતિની જાહેરમાં રજૂઆત થવા દેવાની ના પાડી છે અને એવી રીતે ના પાડવાને કારણે તે કૃતિની જાહેરમાં રજૂઆત અટકી ગયેલ છે અથવા (બી) આવી કૃતિને પ્રસારણથી કે સાઉન્ડ રેકોર્ડિંગની બાબતમાં એ સાઉન્ડ રેકોર્ડિંગમાં રેકોડૅ કરેલ કૃતિને ફરિયાદીને વાજબી લાગે તેવી શરતોએ લોકો સમક્ષ રજૂ થવા દેવાની ના પાડી છે તો એપેલેટ બોડૅ તે કૃતિમાંના કોપીરાઇટના માલિકને સુનાવણીની વાજબી તક આપ્યા પછી પોતાને જરૂરી લાગે તેવી તપાસ કયૅ પછી આવી રીતે ના પાડવાના કારણો વાજબી ન હોવાને પોતાને ખાતરી થાય તો કોપીરાઇટના માલિકને એપેલેટ બોડૅ ઠરાવે તે વળતર આપવાની અને તે ઠરાવે તે બીજી શરતોએ ફરિયાદીને યથાપ્રસંગ તે કૃતિને પુનઃપ્રકાશિત કરવા જાહેરમાં રજૂ કરવા કે રેડિયો પ્રસારણથી લોકોને પહોંચાડવા પરવાનગી આપવા કોપીરાઇટ રજિસ્ટ્રારને ફરમાવી શકશે અને તેમ થયે કોપીરાઇટ પરવાનગી આપવા કોપીરાઇટ રજિસ્ટ્રારે એપેલેટ બોડૅના આદેશો અનુસાર અને ઠરાવવામાં આવે તેવી ફી લઇને ફરિયાદીને પરવાનગી આપવી જોઇએ. સ્પષ્ટીકરણઃ- રદ કરેલ છે. (( નોંધઃ- સન ૨૦૧૭નો નાણા અધિનિયમ ક્રમાંક-૭ મુજબ સુધારેલ કલમ ૩૧માં “કોપીરાઇટ બોડૅ”ની જગ્યાએ “એપેલેટ બોડૅ” ઉમેરવામાં આવેલ છે. ))