પ્રસિધ્ધ નહીં થયેલ (પ્રસિધ્ધ કૃતિમાં) ફરજિયાત પરવાનગી બાબત - કલમ:૩૧(એ)

પ્રસિધ્ધ નહીં થયેલ (પ્રસિધ્ધ કૃતિમાં) ફરજિયાત પરવાનગી બાબત

(૧) જયારે કોઇ કૃતિ પ્રસિધ્ધ થયેલ હોય કે બિન પ્રસિધ્ધ થયેલ હોય કે જાહેર જનતામાં પ્રદશિત થયેલ હોય અને ભારતમાં જાહેરમાંથી અટકાવવામાં આવેલ હોય તેનો લેખક મૃત્યુ પામ્યો હોય કે અજાણ્યા હોય કે શોધી શકાય તેમ ના હોય આવી કૃતિ પ્રસિધ્ધ કે પ્રદશિત કરવા કે કોઇ ભાગમાં તેનું ભાષાંતર કરવા માટે પરાનો માગવા માટે અરજી કરશે. (૨) પેટા કલમ (૧) હેઠળ રજી કરતાં પહેલાં અરજદાર દેશમાં મોટો ફેલાવો ધરાવતા અંગ્રેજી દૈનિક વર્તમાન પત્રમાં અને કોઇપણ ભાષામાં પ્રસિધ્ધ કરવા માટેની અરજી હોય તો તે ભાષામાંના દૈનિક વર્તમાન પત્રમાં પોતાની દરખાસ્ત પ્રસિધ્ધ કરવી જોઇશે. (૩) આવી દરેક અરજી ઠરાવવામા; આવે તેવા નમૂનામાં હોવી જોઇશે અને તેની સાથે પેટા કલમ (૨) હેઠળ કાઢેલ જાહેર ખબરની નકલ અને ઠરાવવામાં આવે તેવી ફી જોડવી જોઇશે. (૪) આ કલમ હેઠળ એપેલેટ બોડૅને અરજી કરવામાં આવે ત્યારે ઠરાવવામાં આવે તેવી તપાસ કર્યો. પછી એપેલેટ બોર્ડ નક્કી કરે તેવી રોયલ્ટીની ચૂકવણીને આધીન રહીને અને તેવી બીજી શરતો અને બોલીઓને અધીન રહીને અરજીમાં જણાવેલી ભાષામાં તેનું ભાષાંતર અથવા કૃતિ પ્રસિધ્ધ કરવા માટે અરજદારને પરવાનગી આપવા માટે કોપીરાઇટ રજિસ્ટ્રારને આદેશ કરી શકશે અને તેમ થયે કોપીરાઇટ રજિસ્ટ્રારે એપેલેટ બોડૅના આદેશ અનુસાર અરજદારને પરવાનગી આપવી જોઇશે. (૫) આ કલમ હેઠળ પરવાનગી આપી હોય ત્યારે કોપીરાઇટ રજિસ્ટ્રાર હુકમ કરીને એપેલેટ બોર્ડ નકકી કરેલ રોયલ્ટીની રકમ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં અથવા એપેલેટ બોર્ડ નિર્દિષ્ટ કરે તેવા બીજા કોઇપણ ખાતામાં જમા કરવાનો અરજદારને આદેશ કરી શકશે જેથી કરીને કોપીરાઇટના માલિક અથવા પ્રસંગ પ્રમાણે તેના વારસો એકિઝકયુટરો અથવા કાયદેસરના પ્રતનિધિઓ કોઇપણ સમયે આવી રોયલ્ટીનો દાવો કરી શકે. (૬) આ કલમની અગાઉની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય પેટા કલમ (૧)માં જણાવેલ કૃતિની બાબતમાં મૂળ કર્તા મૃત્યુ પામ્યો હોય તો કેન્દ્ર સરકાર પોતે યોગ્ય ગણે કે કૃતિનું પ્રકાશન રાષ્ટ્રના હિતમાં ઇચ્છવા યોગ્ય છે તો કતૅના વારસો એકિઝકયુટરે અથવા કાયદેસરના પ્રતિનિધિઓને ઠરાવવામાં આવે તેટલી મુદતની અંદર આવી કૃતિ પ્રસિધ્ધ કરવાનું ફરમાવી શકશે. (૩) કોઇ કૃતિ પેટા કલમ (૬) હેઠળ કેન્દ્ર સરકારે નિદિષ્ટ કરેલ મુદતની અંદર પ્રસિધ્ધ ન થાય તો એપેલેટ બોડૅ કૃતિ પ્રસિધ્ધ કરવાની પરવાનગી માટે કોઇ વ્યક્તિઓં કરેલી અરજી ઉપરથી અને સબંધિત પક્ષકારોને સાંભળ્યા પછી એપેટલેટ બોર્ડ આવા કેસના રાંજોગો મુજબ કરાવેલી રીતે નકકી કરે તેટલી રોયલ્ટીની ચૂકવણી કમૅથી આવા પ્રકાશનની પરવાનગી આપી શકાશે.