
અસમથૅન લાભો માટે ફરજીયાત પરવાનો
(૧) કોઇ વ્યકિત અસમથૅ વ્યકિતઓના લાભો નફા આધારીત કે ધંધા માટે એપેલેટ બોડૅને નકકી કરેલી ફી સાથે અને આવા ફોમૅ અને પધ્ધતિથી ફરજિયાત પરવાના માટે કોઇ કાયૅ જેમાં કોપીરાઇટ આવા વ્યકિતઓના લાભો માટે પ્રસિધ્ધ કરવા માટે અરજી કરશે. એવા કેસો જેમા કલમ-૫૨ની પેટા કલમ (૧)ના ખંડ (ઝેડ-બી) લાગુ પડતું ના હોય અને એપેલેટ બોડૅ આવી અરજીનો શકય એટલી ઝડપથી નિકાલ કરશે અને એપેલેટ બોડૅ આવી અરજી મળ્યાની તારીખથી બે માસના સમયગાળામાં તેનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરશે. (૨) એપેલેટ બોર્ડે આવી અરજી મળ્યાથી પેટા કલમ (૧) નીચે તેને જરૂરી તો અરજીની વિશ્વસનિયતા અને અરજી સારા વિશ્ર્વાસથી કરવામાં આવેથી તેવો સંતોષ થાય તે માટે તપાસ અથવા તપાસ માટે નિર્દેશ આપશે. (૩) જો એપેલેટ બોર્ડે આવા કાયૅના હકકોના માલિકોને સાંભળવાની વ્યાજબી તક આપીને તેને જરુરી લાગે તેની તપાસ કરીને તેને સંતોષ થાય કે અસમથૅ । માટે કૃતિ પ્રાપ્ત થાય તે માટે ફરજીયાત પરવાનો આપવાનો જરૂરી છે તો તે આ કાયૅને પ્રસિધ્ધ કરવા માટે અરજદારને આવો પરવાનો આપવા નિર્દેશ આપશે. (૪) દરેક ફરજીયાત પરવાનો જે આ કલમ નીચે આપવામાં આવેલ હોય તેના સ્તોત્રો અને પ્રસિધ્ધિનુ માળખુ ફરજીયાત પરવાનો કેટલી મુદત માટે વાપરવાનો છે તે સમય અને નકલો કાઢવી નકલોના સંખ્યાના કેસમાં દર અને રોયલ્ટીનો સમાવેશ કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવો ફરજિયાત પરવાનો એપેલેટ બોડૅ આપેલ હોય વધારાની અરજી આવે તો હકકોના માલિકને સાંભળવાની વ્યાજબી તક આપ્યા પછી આવા ફરજિયાત પરવાનાનો મુદત લંબાવશે અને તેને યોગ્ય લાગે તેટલી નકલો કાઢવા માટે મંજૂરી આપશે. (( નોંધઃ- સન ૨૦૧૭નો નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૩૧-બી સુધારેલ છે. ))
Copyright©2023 - HelpLaw