
સાહિત્ય અને સંગીત કૃતિના પ્રસારણ અને અવાજ રેકોર્ડિંગ માટે કાયદેસરનો પરવાનો
(૧) કોઇ પ્રસારણ સંસ્થા કોઇ સાહિત્ય કે સંગીત કૃતિ અને અવાજ રેકોર્ડિંગને પ્રસારણ દ્રારા કે કાયૅક્રમ દ્રારા જાહેર જનતામાં પ્રદર્શિત કરવા માટે ઇચ્છુક હોય જે પહેલેથી પ્રસિધ્ધ થઇ ગયેલ હોય તો તે આ કલમની જોગવાઇને આધીન આમ કરી શકે છે. (૨) પ્રસારણ સંસ્થા તેના આ કાયૅને પ્રસારણ કરવા માટે તેનો સમયગાળો અને ફેલાવાનું ક્ષેત્ર દશૅ વતી તેના ઇરાદાની અગાઉથી નોટીશ નકકી કયૅા પ્રમાણે એ પધ્ધતિથી આપશે અને હકકોના માલિકોને દરેક કૃતિની રોયલ્ટી એપેલેટ બોડૅ નકકી કયૅ પ્રમાણેના દરે ચૂકવશે. (૩) રેડિયો પ્રસારણ અને ટેલીવિઝન પ્રસારણના રોયલ્ટીના દર જુદા જુદા રહેશે અને એપેલેટ બોડૅ રેડિયો પ્રસારણ અને ટેલીવિઝન પ્રસારણ માટે અલગ દરો નકકી કરશે. (૪) પેટા કલમ (૧) નીચે રોયલ્ટીના દરો નકકી કરવાની પધ્ધતિ એપેલેટ બોડૅ હકકોના માલિકોને અગાઉથી ચૂકવવા માટે પ્રસારણ સંસ્થાને કહી શકે છે. (૫) લેખકોના અને કૃતિના મુખ્ય કલાકારના નામો પ્રસારણ સાથે જાહેર કરવામાં આવશે સિવાય કે આવું કાયૅ પ્રસારણ સંસ્થા દ્રારા જાહેર જનતામાં પ્રદશિત કરવામાં આવે. (૬) હકકોના માલિકોની સંમતિ સિવાય કોઇ સાહિત્ય કે સંગીત કૃતિમાં નવો ફેરફાર કે પ્રસારણના હેતુ માટે તકનીકી રીતે જરૂરી હોય પ્રસારણની અનુકૂળતા માટે ટુકું કરવામાં આવે તે સિવાય કરવામાં આવશે નહી. (૭) પ્રસારણ સંસ્થા (એ) આવા નોંધો રેકોડૅ અને હિસાબોના ચોપડા જાળવશે અને હકકોના માલિકોને આવી માહિતી અને હિસાબો મોકલાવશે. (બી) હકકોના માલિક અને તેના અધિકૃત એન્જટ અથવા પ્રતિનિધિ પ્રસારણ બાબતેના બધા રેકોડૅ અને હિસાબોના ચોપડા નકકી કરેલ પધ્ધતિ પ્રમાણે નિરીક્ષણ કરવા દેશે. (૮) કોપીરાઇટ (એમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૨ના શરૂઆતની પહેલા આપેલા પરવાનો કે થયેલ કરારને આ કલમનું કઇપણ અસર કરશે નહી. (( નોંધઃ- સન ૨૦૧૭નો નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૩૧-સી સુધારેલ છે. ))
Copyright©2023 - HelpLaw