અમુક હેતુઓ માટે કૃતિઓ પ્રસિધ્ધ કરવા અને તેની ફેર રજૂઆત માટેની પરવાનગી - કલમ:32(એ)

અમુક હેતુઓ માટે કૃતિઓ પ્રસિધ્ધ કરવા અને તેની ફેર રજૂઆત માટેની પરવાનગી

(૧) સાહિત્યિક વૈજ્ઞાનિક અથવા કલાત્મક કૃતિઓની પ્રથમ આવૃતિની પ્રસિધ્ધિની તારીખથી પ્રસ્તુત મુદત પુરી થયા પછી ફેર રજુઆત કરવાના માલિકે અથવા આ અર્થે તેણે અધિકૃત કરેલ કોઇપણ વ્યકીનએ સમાન કૃતિઓ માટે ભારતમાં સાધારણ રીતે જે કિંમત લેવાની હોય તેટલી વાજબી કિંમતે સામાન્ય લોકોને અથવા પધ્ધતિસરની શૈક્ષણિક પવૃતિના સબંધમાં (એ) આવી આવૃત્તિની નકલો ભારતમાં પ્રાપ્ત ન હોય અથવા (બી) છ મહિનાની મુદત સુધી ભારતમાં વેચાણ માટે આવી નકલો મૂકવામાં આવી ન હોય ત્યારે કોઇપણ વ્યકિત જે કિમંતે આવી આવૃત્તિ વેચવામાં આવી હોય તે કિંમતે અથવા પધ્ધતિસરની શૈક્ષણિક પ્રવૃતિઓના હેતુ માટે ઓછી કિંમતે છાપેલ અથવા ફેર રજૂઆતના સમાન નમૂનામાં આવી કૃતિ ફરી છાપવા અને પ્રસિધ્ધ કરવા માટેની પરવાનગી માટે એપેલેટ બોર્ડને અરજી કરી શકશે. (૨) આવી દરેક અરજી ઠરાવવામાં આવે તેવા નમૂનામાં કરવી જોઇશે અને ફેર રજૂઆત કરવાની કૃતિની નકલની છૂટક કિંમત રાખવા ધાર્યું હોય તે જણાવવું જોઇશે. (૩) આ કલમ હેઠળની પરવાનગી માટેના દરેક અરજદારે પોતાની અરજી સાથે ઠરાવવામાં આવે તેવી ફી કોપીરાઇટ રજિસ્ટ્રાર પાસે જમા કરાવવી જોઇશે. (૪) આ કલમ હેઠળ એપેલેટ બોર્ડને અરજી કરવામાં આવી હોય ત્યારે ઠરાવવામાં આવે તેવી નપાસ કર્યા પછી અરજીમાં જણાવેલી કૃતિ તૈયાર કરવા અને પ્રકાશિત કરવા માટે નીચેની શરતોને આધીન રહીને અરજદારને સુવાંગ નહિ એવી પરવાનગી આપી શકશે. (૧) અરજદારે એપેલેટ બોર્ડે દરેક કેસના સંજોગોને લક્ષમાં લઇને ઠરાવેલી રીતે નકકી કરે તેવા દરે ગણતરી કરેલ જાહેરાતમાં વેંચનાર કૃતિની ફેર રજૂઆતની નકલોના સબંધમાં કૃતિના કોપીરાઇટના માલિકને રોયલ્ટી આપવી જોઇએ. (૨) આ કલમ હેઠળ આપેલ પરવાનગી ભારત બહાર કૃતિની ફેર રજૂઆતની નકલ નિકાસ કરવાને લાગુ પડશે નહિ અને આવી ફેર રજૂઆતની દરેક નકલમાં એવી નોટીશ હોવી જોઇશે કે માત્ર ભારતમાં જ વહેંચવા માટે નકલ મળી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવું કોઇ લાઇસન્સ આપી શકાશે નહિ સિવાય કે (એ) અરજદારે એપેલેટ બોર્ડની ખાતરી માટે એવું સાબિત કર્યુ હોય કે તે કૃતિની ફેર રજૂઆત અને અવી કૃતિની પ્રસિધ્ધિ માટે તે કૃતિમાંના કોપીરાઇટના માલિકને વિનંતી કરી હતી અને તેણે તેના અધિકારશ્રી ના પાડી હતી અથવા પોતાના પક્ષે યોગ્ય કાળજી લીધા પછી પણ પોતે આવા માલિકને શોધી શકતો નથી. (બી) અરજદાર કોપીરાઇટના માલિકને શોધી શકો ન હોય ત્યારે તેણે આવા અધિકાર માટેની પોતાની વિનંતીની નકલ તે કૃતિમાં જેનું નામ જણાઇ આવતું હોય તે પ્રકાશકને રજિસ્ટર એરમેઇલ ટપાલ દ્વારા પરવાનગી માટેની અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણ મહિના અગાઉ મોકલી હોય

(સી) એપેલેટ બોર્ડને એવી ખાતરી થાય કે અરજદાર તે કૃતિની ફેર રજૂઆત તેયર કરી પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે અને કોપીરાઇટના માલિક પાસે આ કલમ હેઠળ ચૂકવાપાત્ર રોયલ્ટી ચૂકવવાના સાધનો ધરાવે છે. (ડી) તેવા જ અથવા તેને મળતા આવતા વિષયો અંગેના તેવા જ ધોરણની કૃતિ માટે ભારતમાં સામાન્ય રીતે લેવાની કિંમત સામે વાજબી રીતે સબંધ ધરાવતી એપેલેટ બોર્ડે નકકી કરે તેવી કિંમતે અરજદારે તે કૃતિ ફેર રજૂ કરવાની અને પ્રસિધ્ધ કરવાની બાયંધરી આપી હોય (ઇ) ખંડ(એ) હેઠળ વિનંતી કર્યાની તારીખથી અથવા ખંડ (બી) હેઠળ વિનંતીની નકલ મોકલી હોય ત્યારે નકલ મોકલ્યાની તારીખથી નેચરલ સાયન્સ ફિજિકલ સાયન્સ મેથેમેટિકલ અથવા ટેકનોલોજીની કોઇપણ કૃતિની ફેર રજૂઆત અને પ્રકાશન માટેની અરજીની બાબતમાં છ મહિનાની મુદત અથવા બીજી કોંઇપણ કૃતિની ફેર રજૂઆત અને પ્રકાશન માટેની અરજીની બાબતમાં ત્રણ મહિનાની મુદત પૂરી થઇ હોય અને કૃતિની ફેર રજૂઆત કૃતિના કોપીરાઇટના માલિકે અથવા તેણે અધિકૃત કરેલી કોઇપણ વ્યકિતએ યથાપ્રસંગ સદરહુ છ મહિના કે ત્રણ મહિનાની મુદતની અંદર પ્રસિધ્ધ કરી ન હોય. (એફ) ફેર રજૂઆત કરવા ધારેલી કૃતીની ખાસ આવૃતીના કતે ।નું નામ અને શીર્ષક ફેર રજૂઆત કરવાની તમામ નકલો ઉપર છાપ્યું હોય (જી) કતે એ તે કૃતિની નકલો ફેલાવામાંથી પાછી ખેંચી લીધી ન હોય અને (એચ) શકય હોય ત્યાં તે કૃતિમાના કોપીરાઇટના માલિકને સુનાવણીની તક આપવામાં આવી હોય, (૫) કૃતિની ફેર રજૂઆતની અને ભાષાતર પ્રસિધ્ધ કરવાની કોઇપણ પરવાનગી આ કલમ હેઠળ આપી શકશે નહિ સિવાય કે આવું ભાષાંતર ભાષાંતર કરવાના હકના માલિકે અથવા તેણે અધિકૃત કરેલ કોઇપણ વ્યકિતએ પ્રસિધ્ધ કર્યું હોય અને તે ભાષાંતર ભારતમાં સામાન્ય રીતે વપરાતી કોઇ ભાષામાં ન હોય (૬) આ કલમની જોગવાઇઓ પધ્ધતિસરની શૈક્ષણીક પ્રવૃતિઓના હેતુ માટે જ તૈયાર કરેલ અને પ્રસિધ્ધ કરેલ ઓડિયો વિડીયો ફિકસેશનમાં સમાવિષ્ટ કરેલ કોઇપણ પુસ્તકની ફેર રજૂઆત અને પ્રસિધ્ધિને અથવા ભારતમાં સામાનય રીતે વપરાતી ભાષામાં ભાષાંતર કરવાને પણ લાગુ પડશે, સ્પર્ધીકરણઃ- આ કલમના હેતુઓ માટે કોઇપણ કૃતિના સબંધમાં પ્રસ્તુત મુદત એટલે(એ) નવલકથા કવિતા નાટક સંગીત અથવા કલાની અથવા તે સબંધી કોઇ કૃતિની ફેર રજૂઆત અને પ્રકાશિત કરવા માટેની અરજી હોય ત્યારે તે કૃતિના પ્રથમ પ્રકાશનની તારીખથી સાત વર્ષની મુદત (બી) નેચરલ સાયન્સ ફિઝિકલ સાયન્સ મેથેમેટિકલ અથવા ટેકનોલોજીની અથવા તે સબંધી કોઇપણ કૃતિની ફેર રજૂઆત અને પ્રકાશિત કરવા માટેની અરજી હોય ત્યારે તે કૃતિના પ્રથમ પ્રકાશનની તારીખથી ત્રણ વર્ષની મુદત (સી) બીજી કોઇપણ બાબતમાં તે કૃતિની પ્રથમ પ્રકાશનની તારીખથી પાંચ વર્ષની મુદત