આ પ્રકરણ હેઠળ કાઢી આપેલ પરવાનગી સમાપ્ત કરવા બાબત - કલમ:૩૨(બી)

આ પ્રકરણ હેઠળ કાઢી આપેલ પરવાનગી સમાપ્ત કરવા બાબત

(૧) કલમ ૩૨ની પેટા કલમ(૧-એ હેઠળ કોઇપણ ભાષામાં કોઇ કૃતિ (જેનો આ પેટા કલમમાં હવે પછી પરવાનગીવાળી કૃતિ તરીકે ઉલ્લેખ કર્યો । છે તે) નું ભાષાંતર તૈયાર કરવા અને પ્રકાશિત કરવા માટેની પરવાનગી આપ્યા પછી કોઇપણ સમયે કૃતિના કોપીરાઇટનો માલિક અથવા તેણે અધિકૃત કરેલી કોઇપણ વ્યક્તિ આવી કૃતિનું તેવી જ ભાષામાં ભાષાંતર પ્રસિધ્ધ કરે અને મહત્વની બાબતમાં તેવા જ અથવા તેને મળતા આવતા વિષયો ઉપરના તેવાં જ ધોરણોની કૃતિના ભાષાંતર માટે ભારતમાં સામાનય રીતે જે કિંમત લેવાતી હોય તેવી વાજબી સંભવિત કિંમતે હોય તો એવી રીતે આપેલ પરવાનગી સમાપ્ત કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી કોઇપણ સમાપ્તિ ઉપર જણાવ્યા પ્રમાણે ભાષાંતરના પ્રકાશનની જાણ કરતી ભાષાંતરના હકના માલિકે આવી પરવાનગી ધરાવતી વ્યકિત ઉપર ઠરાવેલી રીતે નોટીશ બજાવ્યાની તારીખથી ત્રણ મહિનાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી અમલમાં આવશે નહિ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે પરવાનગી સમાપ્ત થાય તે પહેલા આવું લાઇસન્સ ધરાવનાર વ્યકિતએ તૈયાર કરેલ અને પ્રકાશિત કરેલ પરવાનગી વાળી કૃતિની નકલો પૂરી ન ચઇ જાય ત્યાં સુધી અગાઉ તૈયાર કરેલ અને પ્રકાશિત કરેલ નકલો વેચવાનું ચાલુ રાખી શકાશે અથવા વિતરણ કરવાનું ચાલુ રાખી શકાશે. (૨) કલમ ૩૨-એ હેઠળ કોઇપણ કૃતિની ફેર રજૂઆત કે ભાષાંતર તૈયાર કરવા અને પ્રકાશિત કરવા માટેની પરવાનગી આપ્યા પછી કોઇપણ સમયે ફેર રજૂઆતના હકનો માલિક અથવા તેણે અધિકૃત કરેલ કોઇપણ વ્યકિત તેવી જ ભાષામાં પ્રસંગ પ્રમાણે આવી કૃતિ અથવા તેના ભાષાંતરની નકલો વેચે અથવા વિતરણ કરે અને મહત્વની બાબતમાં તેવા જ અથવા તેને મળતા આવતા વિષયો ઉપરના તેવાં જ ધોરણોની કૃતિ માટે ભારતમાં સામાન્ય રીતે જે કિંમત લેવાની હોય તેવી વાજબી સબંધિત કિંમત હોય તો એવી રીતે આપેલ પરવાનગી સમાપ્ત કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી કોઇપણ સમાપ્તિ ઉપર જણાવ્યા પ્રમાણે કૃતિની આવૃત્તિની નકલોના વેચાણ અથવા વિતરણની જાણ ફેર રજૂઆતનો હક ધરાવતા માલિકે પરવાનગી ધરાવનાર વ્યકીત ઉપર ઠરાવેલી રીતે નોટીશ બજાવ્યાની તારીખથી ત્રણ મહિનાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી અમલમાં આવશે નહિ. વધુમાં ઓવી જોગવાઇ કરવામાં આવી છે કે આવી સમાપ્તિ અમલમાં આવે તે પહેલાં પરવાનેદારે અગાઉ ફેર રજૂઆત કરેલ કોઇપણ નકલો પૂરી ન થઇ જાય ત્યાં સુધી અગાઉ તૈયાર કરેલ નકલોનું વેચાણ ચાલુ રાખી શકો અથવા વિત્તરણ ચાલુ રાખી શકશે.