કોપીરાઇટ સોંસાયટીનું રજિસ્ટ્રેશન
(૧) કોઇપણ વ્યકિત અથવા વ્યકિતઓનું એસોસિએશન કોપીરાઇટ (સુધારા) અધિનિયમ ૧૯૯૪ અમલમાં આવ્યા પછી પેટા કલમ (૩) હેઠળ મંજૂર કરેલ રજિસ્ટ્રેશન હેઠળ અથવા તે અનુસાર હોય તે સિવયા કોપીરાઇટ અસ્તિત્વમાં હોય તેવી કોઇપણ કૃતિના સબંધમાં અથવા આ અધિનિયમથી મળેલ બીજા કોઇપણ હકોના સબંધમાં લાઇસન્સ આપવા અથવા મંજુર કરવાનું કામકાજ કરી શકશે નહિ અથવા કરી શકાશે નહિ.
જોગવાઇ કરવામાં આવી છે કે કોપીરાઇટના માલિકો તેની વ્યકિતગત હેસિયતમાં રજિસ્ટર થયેલ કોપીરાઇટ સોસાયટીના સભ્ય તરીકે પોતાની ફરજને સંગત હોય તેવી તેની પોતાની કૃતિના સબંધમાં લાઇસન્સ આપવાનો હક ચાલુ રહેશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે સાહિત્ય નાટય સંગીત કે કલાકારી કૃતિને જે સિનેમેટોગ્રાફીક ફિલ્મમાં ઉપયોગ થાય છે અને અવાજ રેકોર્ડિંગના પરવાના આપવા કે મંજૂર કરવાના ધંધો ફકત આ કાયદા નીચે નોંધાયેલી હોય તેની કોપીરાઇટ સોસાયટી દ્રારા કરવામાં આવશે. જોગવાઇ પણ કરવામાં આવી છે કે કોપીરાઇટ (સુધારા) અધિનિયમ ૧૯૯૪ અમલમાં આવ્યાની તરત પહેલાની તારીખે કલમ ૩૩ની જોગવાઇઓ અનુસાર કામ કરતી પ્રયોગ અધિકાર સોસાયટી આ પ્રકરણના હેતુઓ માટે કોપીરાઇટ સોસાયટી તરીકે ગણાશે અને આવી દરેક કોપીરાઇટ સોસાયટી (સુધારા) અધિનિયમ ૧૯૯૪ના આરંભની તારીખથી એક વર્ષની મુદતની અંદર પોતે રજિસ્ટર કરાવી લેવું જોઇશે. (૨) ઠરાવવામાં આવે તેવી શરતોનું પાલન કરનાર વ્યકિતઓનું એસોસિએશન પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલ કામકાજ કરવા પરવાનગી માટે કોપીરાઇટના રજિસ્ટ્રારને અરજી કરી શકશે જેઓ કેન્દ્ર સરકારને અરજી રજૂ કરશે. (૩) કેન્દ્ર સરકાર આ અધિનિયમ હેઠળ કતૅ ના હિતને અને બીજા માલિકના હકને લોકોના અને ખાસ કરીને સબંધિત હકના સબંધમાં લાઇસન્સ માંગવાનો સંભવ હોય તેવા વ્યકિતઓના ગૃપના હિત અને સગવડ અને અરજદારની શકિત અને વ્યવસાયિક ક્ષમતાને ધ્યાનમાં લઇને ઠરાવવામાં આવે તેવી શરતોને આધીન રહીને કોપીરાઇટ સોસાયટી તરીકે આવા વ્યકિતઓના એસોસીએશનને રજિસ્ટર કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર એક જ વષૅની કૃતિના સબંધમાં આવી છે કે કેન્દ્ર સરકાર એક જ વષૅની કૃતિના સબંધમાં કામકાજ કરવા માટે એક કરતાં વધુ કોપીરાઇટને સામાન્ય રીતે રજિસ્ટર કરી શકશે નહિ. (૩-એ) પેટા કલમ(૨)ની નીચે કોપીરાઇટ સોસાયટીની નોંધણી પાંચ વર્ષના સમયગાળા માટે રહેશે અને પાંચ વર્ષનો સમયગાળો પૂરો થયા પહેલા નિયત ફોમૅમાં અરજી કરવી સમોસમય તાજું (રીન્યુ) કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર કલમ-૩૬ નીચે કોપીરાઇટ સોસાયટીની કાર્યની માહિતીનો કોપીરાઇટ બોર્ડનો રીપોર્ટને ધ્યાનમાં લઇને તેની નોંધણી તાજી કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોપીરાઇટ સોસાયટીની નોંધણીને તાજું કરવાનું સોસાયટીનું સામૂહિક અંકુશથી ચાલુ રહેતી હોય અને કાયૅના લેખકો ને તેમની ક્ષમતા પ્રમાણે કોપીરાઇટના હકકોના માલિકોને તેમનો હિસ્સાની રોયલ્ટીનો ભાગ આપવામાં આવતો હોય તેને અધીન છે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કોપીરાઇટ (એમેન્ડમેન્ટ એકટ ૨૦૧૨) અમલમાં આવે તે પહેલાથી નોંધાયેલ કોપીરાઇટ સોસાયટી કોપીરાઇટ (એમેન્ડમેન્ડ) એકટ ૨૦૧૨ના અમલથી એક વષૅની અંદર આ પ્રકરણ નીચે નોંધણી કરાવશે. (૪) કેન્દ્ર સરકાર પોતાને ખાતરી થાય કે કોપીરાઇટ સોસાયટીના સબંધિત હકના માલિકના હિતમાં નકકી કરેલી રીતે વહીવટ થઇ રહ્યો છે તો ઠરાવવામાં આવે તેવી તપાસ કૉઃ। પછી રજિસ્ટ્રેશન રદ કરી શકશે. (૫) જો કેન્દ્ર સરકાર એવા મંતવ્ય પ્રમાણે હોય કે લેખક કના બીજા માલિકોના હિતને સબંધમાં કે કલમ-૩૫ની પેટા કલમ (૩) અને કલમ ૩૩-એ ની જોગવાઇઓનું પાલન ન કરવા માટે કે કોઇ એવો ફેરફાર ઇન્સ્ટ્રુમેન્ટમાં કરેલ છે કે જેનાથી કોપીરાઇટ સોસાયટી સ્થાપિત કે અસ્તિત્વમાં આવી અને કેન્દ્ર સરકાર દ્રારા પૂવૅ નોટીશ વિના નોંધવામાં આવેલ છે. આવું કરવું જરૂરી છે તો આવી સોસાયટીનું નોંધણી હુકમ દ્રારા કરી શકે છે. આવા હુકમમાં પેટા કલમ (૪) નીચે બાકીની તપાસ એક વષૅથી વધારે સમય માટે ના હોય તેટલા સમય માટે સ્થગિત કરી શકે છે અને કોપીરાઇટ સોસાયટીના કાર્યો કરવા માટે વહીવટદારની નિમણૂંક સરકાર કરે છે.
Copyright©2023 - HelpLaw