કોપીરાઇટ સોસાયટી દ્રારા ટેરીફ યોજના - કલમ:૩૩(એ)

કોપીરાઇટ સોસાયટી દ્રારા ટેરીફ યોજના

(૧) દરેક કોપીરાઇટ સોસાયટી નકકી કરેલ પધ્ધતિ પ્રમાણેની તેની ટેરીફ યોજના જાહેર કરશે. (૨) કોઇ વ્યકિત જે ટેરીફ યોજનાથી વ્યથિત થાય તે એપેલેટ બોડૅને અપીલ કરશે અને બોડૅને યોગ્ય લાગે તેવી તપાસ કયા પછી તેને સંતોષ થાય કે કોઇ ગેરવ્યાજબી તત્વ અસમાનતા કે અસંગતતાને દૂર કરવી જરૂરી છે તો આવો કોઇ હુકમ કરી શકે છે. જોગવાઇ કરવામાં આવી છે કે વ્યથિત વ્યકિત કોપીરાઇટ સોસાયટીને નકકી કયૅ પ્રમાણેની ફી જે આવી એપેલેટ બોડૅને અપીલ કરતા પહેલાની બાકી છે તો તેની ચૂકવણી કરશે. અને આવી ફી ચૂકવવાનું અપીલનો નિણૅય થાય અને બોડૅ કોઇ હુકમ ફીની ચૂકવણી ને અટકાવતો કોઇ હુકમ અપીલનો નિકાલ કરતા ના કરે ત્યાં સુધી ચાલુ રાખશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ બોડૅ પક્ષકારોને સાંભળ્યા પછી વચગાળાનું ટેરીફ નકકી કરશે અને વ્યથિત પક્ષકારને બાકી અપીલના નિકાલ પ્રમાણે ચૂકવણી કરવાનો નિર્દેશ આપશે.