હકકના માલિક દ્રારા કોપીરાઇટ સોસાયટી ઉપર નિયંત્રણ - કલમ:૩૫

હકકના માલિક દ્રારા કોપીરાઇટ સોસાયટી ઉપર નિયંત્રણ

(૧) દરેક કોપીરાઇટ સોસાયટી આ અધિનિયમ હેઠળ લેખક અને હકકના બીજા માલિકો ના સંપૂણૅ નિયંત્રણને આધીન રહીને જેના હકકોનો કલમ ૩૪ની પેટા કમલ (૨)માં ઉલ્લેખેલ વિદેશી સોસાયટી અથવા સંગઠન દ્રારા વહીવટ થયેલ આ અધિનિયમ હેઠળના માલિક સિવાય વહીવટ કરશે અને ઠરાવવામાં આવે તેવી રીતે (એ) ફી ઉઘરાવવા અને વહેંચવાની તેની કાયૅરીતિ માટે લેખક અને હકકના બીજા માલિકોની મંજૂરી મેળવશે. (બી) લેખક અને હકકના બીજા માલિકો ને વહેંચવા સિવાયના કોઇપણ હકક માટેની ફી તરીકે ઉઘરાવેલી કોઇપણ રકમના ઉપયોગ માટેની તેની મંજૂરી મેળવશે અને (સી) આવા માલિકને નિયમિત તેના વહીવટમાં સબંધમાં તેની તમામ પ્રવૃતિઓ સબંધી સંપૂણૅ અને વિગતવાર માહિતી આપશે. (૨) લેખક અને હકકના બીજા માલિકો વચ્ચે વહેંચેલી તમામ ફી શકય હોય તેટલે સુધી તેમના કૃતિઓના ખરેખર ઉપયોગના પ્રમાણમાં વહેંચવામાં આવશે (૩) દરેક કોપીરાઇટ સોસાયટીને તેના વહીવટના હેતુ માટે દશૅવ્યા પ્રમાણે લેખકો અને કાયૅના માલિકો સભ્યોમાંથી સરખા ભાગે ચૂંટાયેલા વ્યકિતઓની સંચાલન સમિતિ રહેશે. (૪) કોપીરાઇટ સોસાયટીના બધા સભ્યોને સમાન સભ્યપદના હકકો ભોગવશે અને રોયલ્ટીની વહેંચણી બાબતમાં લેખકો અને હકકોના માલિકો વચ્ચે કોઇ ભેદભાવ રહેશે નહી.