
પત્રકો અને રીપોટૅ રજૂ કરવા બાબત
(૧) દરેક કોપીરાઇટ સોસાયટીએ કોપીરાઇટ રજિસ્ટ્રાર સમક્ષ રાખવામાં આવે તેવા પત્રકો રજૂ કરવા જોઇશે. (૨) આ અથૅ કેન્દ્ર સરકારે યોગ્ય રીતે અધિકૃત કરેલ કોઇપણ અધિકારી પોતે વહીવટ કરેલ હકકના સબંધમાં સોસાયટીએ ઉઘરાવેલી ફી આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર વાપરેલ છે અથવા વહેંચેલ છે. તેવી પોતાને ખાતરી કરવાના હેતુ માટે કોઇપણ કોપીરાઇટ સોસાયટીનો કોઇપણ રિપોટૅ મંગાવી શકશે. અથવા કોઇપણ રેકોડૅ મંગાવી શકશે.
Copyright©2023 - HelpLaw