
પ્રસારણનો ફરી રજૂઆતનો હકક
(૧) દરેક પ્રસારણ સંગઠનને તેના પ્રસારણ સબંધી પ્રસારણની ફરી રજૂઆત હકક તરીકે જાણીને ખાસ હક રહેશે. (૨) પ્રસારણ ફેર રજૂઆત હક જે વષૅમાં પ્રસારણ કરવામાં આવે તે વષૅની તરત પછીની અંગ્રેજી વષૅથી શરૂ કરીને પચ્ચીસ વષૅ સુધી ચાલુ રહેશે. (૩) કોઇપણ પ્રસારણના સબંધમાં પ્રસારણ ફેર રજૂઆત હક ચાલુ હોય તે દરમ્યાન હકના માલિકના લાઇસન્સ સિવાય પ્રસારણનું અથવા તેના કોઇપણ મહત્વના ભાગના નીચેની કૃતિ પૈકી કોઇપણ કૃતિ કરનાર કોઇ વ્યકિત (એ) પ્રસારણનું ફેર પ્રસારણ કરે અથવા (બી) કોઇપણ ચાજૅ આપીને લોકોને સાંભળવાના અથવા જોવાના પ્રસારણ કરાવે અથવા (સી) પ્રસારણ કોઇપણ સાઉન્ડ રેકોર્ડિંગ કરે અથવા દ્રશ્ય રેકોર્ડિંગ કરે અથવા (ડી) આવું શરૂઆતનું રેકોર્ડિંગ લાઇસન્સ સિવાય કર્યું હોય ત્યારે અથવા આવા લાઇસન્સ દ્રારા પ્રયત્ન કરવાના હેતુ માટે લાઇસન્સ હોય તો આવા સાઉન્ડ રેકોર્ડિંગનુ કોઇપણ ફેર પ્રસારણ કરે અથવા (ઇ) ખંડ (સી) અથવા (ડી) માં ઉલ્લેખેલ આવા કોઇપણ સાઉન્ડ રેકોડિંગ અથવા દ્રશ્ય રેકાર્ડિંગ લોકોને વેચાણ કરે અથવા ભાડે આપે અથવા આવા વેચાણ અથવા ભાડે આપવાની દરખાસ્ત કરે તો તે કલમ ૩૯ની જોગવાઇને આધીન રહીને પ્રસારણની ફેર રજૂઆતના હકકોનો ભંગ કરે છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw