કલાકારના નૈતિક અધિકારો - કલમ:૩૮(બી)

કલાકારના નૈતિક અધિકારો

કાર્યક્રમના કલાકાર ને તેની સોંપણી પછી સ્વતંત્ર રીતે તેના હકકો સંપૂણૅ કે અંશતઃ રીતે તેના હકકો માટે રહેશે. (એ) જયાં કાયૅક્રમના ઉપભોગની રીતે દ્રારા હુકમ દ્રારા બાકાત થયેલ હોય તે સિવાય તેના કાયૅક્રમનો કલાકાર તરીકે ઓળખાવાનો દાવો કરવો. (બી) કોઇ વિકૃત કે અગત્યનો ફેરફાર કે બીજા ફેરફારો કે જે તેની પ્રતિષ્ઠાને પૂવૅગ્રહપૂવૅક હોય તેને અટકાવશે કે નુકશાનનો દાવો કરશે. સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુ માટે સ્પષ્ટતા કરવામાં આવે છે કે કાયૅક્રમના કોઇ ભાગમાં થોડો ફેરફાર કે જે એડીટીંગના હેતુ માટે કે મયૅાદિત સમયગાળામાં રેકોર્ડિંગને અનુકૂળ બનાવવા કે બીજા કોઇ ફેરફાર જે સંપૂણૅ તકનીકી કારણોસર જરૂરી હોય તેને કલાકારની પ્રતિષ્ઠાના પૂવૅગ્રહિત છે તેમ માનવામાં નહી આવે.