
પ્રસારણ પુનઃ કાયૅક્રમ રજૂઆતના હકકો અને કલાકારોના હકકોના કેસમાં લાગુ પડતી કેટલીક જોગવાઇઓ
(૧) કલમ ૧૮ ૧૯ ૩૦ ૩૦-એ ૩૩ ૩૩-એ ૩૪ ૩૫ ૩૬ ૫૩ ૫૫ ૫૮ ૬૩ ૬૪ ૬૫ ૬૫-એ ૬૫-બી અને ૬૬ જરૂરી સ્વીકાયૅ અને ફેરફાર સાથે કોઇ પ્રસારણમાં પ્રસારણના પુનઃ રજૂઆત હકક અને કોઇ કાયૅક્રમમાં કલાકારના હકક બાબતે લાગુ પડશે જેવી રીતે તેઓ કાયૅના કોપીરાઇટની બાબતમાં લાગુ પડે છે. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે કોપીરાઇટ કે કલાકારના હકકોના અસ્તિત્વના કોઇ કાયૅ કે કાયૅક્રમની બાબતમાં તેનુ પ્રસારણ થઇ ગયેલ હોય ત્યારે હકકોના માલિકે તે કલાકાર જે કેસ પ્રમાણે કે તેમનામાંના બંનેની સંમતિ વીના આવા પ્રસારણને ફરી રજૂ કરવા માટેનો પરવાનો આપવામાં આવશે નહી. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો તે પ્રસારણ કે કાયૅક્રમ કોઇ કાયૅના કોપીરાઇટનો ભંગ કરતો હોય તો પ્રસારણ ને પુનઃ રજૂ કરવુ; કે કલાકારના હકક કોઇ પ્રસારણ કે કાયૅક્રમ પર અસ્તિત્વ રહેશે નહી. (૨) પ્રસારણના પુનઃ રજૂઆત હકક કે કલાકારના હકક કોઇ કાયૅના અલગ કોપીરાઇટને અસર કરશે નહી. જેની બાબતમાં પ્રસારણ કે કાયૅક્રમ કેસ પ્રમાણે બનાવેલ હોય.
Copyright©2023 - HelpLaw