વિદેશી કૃતિઓને કોપીરાઇટ લાગુ પાડવાની સતા - કલમ:૪૦

વિદેશી કૃતિઓને કોપીરાઇટ લાગુ પાડવાની સતા

કેન્દ્ર સરકાર ગેઝેટમાં ક્રમ પ્રસિધ્ધ કરીને નીચે જણાવેલ કૃતિઓને આ અધિનિયમની તમામ કે કોઇ જોગવાઇઓ લાગુ પાડવા ફરમાવી શકશે અને તેમ થયે આ પ્રકરણની અને તે હુકમની જોગવાઇઓને આધીન આ અધિનિયમ તે અનુસાર લાગુ પડશે. (એ) જેને માટેનો હુકમ થયો હય તેવી ભારત બહારના કોઇ પ્રદેશમાં પ્રથમ પ્રકાશિત થયેલ કૃતિઓને તે પ્રથમ ભારતમાં પ્રકાશિત થયેલ હોય તે રીતે (બી) જેના કન્તુ ઓ તે કૃતિ તૈયાર કરતી વખતે તે હુકમ જેને માટે થયો હોય તેવા વિદેશના પ્રજાજન કે નાગરિક હોય તેવી અપ્રકાશિત કૃતિઓ કે તેમના કોઇ વર્ગને તે કતાઓ ભારતના નાગરિકો હોય તે રીતે (સી) જેને માટે તે હુકમ થયો હોય તેવા ભારત બહારના કોઇ પ્રદેશમાં વસવાટની બાબતમાં આવો વસવાટી ભારતમાં હોય તે રીતે (ડી) જેનો કપ તેના પ્રથમ પ્રકાશનની તારીખે અથવા તે નારીખે કત્તે । જીવતો ન હોય તો તેના મૃત્યુ વખતે જેને માટે તે હુકમ થયો હોય તેવા વિદેશનો પ્રજાનન કે નાગરિક હોય તો તે તારીખે અથવા તે સમયે તે ભારતનો નાગરિક હોય તે રીતે જોગવાઇ કરવામાં આવી છે કે (૧) ભારત જેમાં ભાગીદાર હોય તેની કોપીરાઇટને લગતી સંધિ જે દેશની સાથે ભારતે કરેલ હોય કે તેવા કરારમાં જે દેશ ભાગીદાર હોય તે સિવાયના કોઇ વિદેશને માટે આ કલમ હેઠળ હુકમ કરતા પહેલા ભારત સરકારને એવી ખાતરી થઇ હોવી જોઇશે કે તે વિદેશે આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કોપીરાઇટ માટે હકદાર કૃતિઓના તે દેશમાં રક્ષણ માટે જરૂરી એવી કેન્દ્ર સરકારને ઇષ્ટ જણાય તેવી જોગવાઇઓ કરી છે કે કરવાની બાંયધરી આપી છે. (ર) તે હુકમથી એવી જોગવાઈ કરી શકાશે કે આ અધિનિયમની જોગવાઇઓ સામાન્યપણે કે તે ક્રમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે વર્ગની કૃતિઓને કે તે વર્ગના કેસોને લાગુ પડશે. (૩) તે હુકમથી એવી જોગવાઇ કરી શકાશે કે ભારતમાં । કોપીરાઇટની મુક્ત જેને માટે તે હુકમ કર્યા હોય તે દેશના કાયદાથી આપવામાં આવેલ હોય તે કરતાં વધશે નહિ. આ કાયદાની જોગવાઇ કરેલ હોય ત્યાં સુધી તે મુદત વધારવાની જોગવાઇ કરી નથી તે જોગવાઇ કરી છે. (૪) તે હુકમથી એવી જોગવાઇ કરી શકશે કે આ અધિનિયમથી મળેલા હકોનો ભોગવટો હુકમમાં ઠરાવવામાં આવે તે શરતો અને વિધિઓને આધીન રહેશે. (૫) કોપીરાઇટની માલીકીની બાબતમાં આ અધિનિયમની જોગવાઇઓ લાગુ પાડતી વખતે તે હુકમથી તે વિદેશનો કાયદો લક્ષમાં લઇને જરૂરી લાગે તેવા અપવાદો અને ફેરફારો કરી શકાશે. (૬) તે હુકમથી એવી જોગવાઇ કરી શકાશે કે આ અધિનિયમ કે તેનો કોઇ ભાગ તે હુકમના આરંભ પહેલા તૈયાર થયેલી કૃતિઓને લાગુ પડશે નહિ અથવા આ અધિનિયમ કે તેનો કોઇ ભાગ તે હુકમના આરંભ પહેલા પ્રથમ પ્રકાશિત થયેલ કૃતિઓને લાગુ પડશે નહિ.