
અમુક બીજા દેશોમાં પ્રસારણ કરતા સંગઠનો અને પ્રયોગ કરનારાઓને પ્રકરણ-૮ લાગુ પાડવાની કેન્દ્ર સરકારની સતા
(૧) કેન્દ્ર સરકારને એવી ખાતરી થાય કે (જેની સાથે ભારતે સંધિ કરી હોય અથવા ભારત જેમા પક્ષકાર હોય તે પ્રસારણ કરનાર સંગઠન અને પ્રયોગ કરનારના હક સબંધી કરારના પક્ષકાર હોય તે દેશ સિવાય) વિદેશના દેશે આ અધિનિયમ હેઠળ મળવાપાત્ર હોય તેવા પ્રસારણ કરવાના સંગઠનના અથવા પ્રયોગ કરનારના હકના તે વિદેશના દેશમાં રક્ષણ માટે કેન્દ્ર સરકારને જરૂરી અને ઇષ્ટ જણાય તેવી કોઇ જોગવાઇ હોય તો તે કરી છે અથવા કરવાની બાંયધરી આપી છે તો તે સરકારી ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને એવો આદેશ કરી શકશે કે પ્રકરણ-૮ની જોગવાઇઓ (એ) જેને હુકમ લાગુ પડતો હોય તે દેશમાં જેનું મુખ્ય મથક આવેલ હોય અથવા જેને લગતો હુકમ તે દેશમાં આવેલ ટ્રાન્સમીટરમાંથી પ્રસારણ મોકલવામાં આવ્યું હોય તે પ્રસારણ કરનાર સંગઠન જાણે કે આવા સંગઠનનું મુખ્ય મથક ભારતમાં આવેલ હોય તેમ અથવા આવું પ્રસારણ ભારતમાંથી કર્યું હોય તેમ લાગુ પડશે. (બી) જેને હુકમ લાગુ પડતો હોય તેવા ભારત બહાર થયેલ પ્રયોગને ભારતમાં થયો હોય તે રીતે લાગુ પડશે. (સી) જેને હુકમ લાગુ પડતો હોય તે દેશમાં પ્રસિધ્ધ થયેલા સાઉન્ડ રેકોર્ડિંગમાં સમાવિષ્ટ હોય તેવા પ્રયોગને જાણ કે તે ભારતમાં પ્રસિધ્ધ થયો હોય તેમ લાગુ પડશે. (ડી) જેનું મુખ્ય મથક હુકમ જેને લાગુ પડતો હોય તે દેશમાં આવેલું હોય અથવા જેને હુકમ લાગુ પડતો હોય તે દેશમાં આવેલ ટ્રાન્સમીટરમાંથી પ્રસારણ મોકલવામાં આવ્યું હોય તે પ્રસારણ કરનાર સંગઠને સાઉન્ડ રેકોર્ડિંગ પ્રસારણ અંગે નકકી ન થયેલ પ્રયોગને જાણે કે આવા સંગઠનનું મુખ્ય મથક ભારતમાં આવેલું હોય અને આવું પ્રસારણ ભારતમાં થયું હોય તેમ લાગુ પડશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કરેલ દરેક હુકમમાં એવી જોગવાઇ કરી શકાશે કે (૧) પ્રકરણ ૮ની જોગવાઇઓ સામાન્ય રીતે અને પ્રસારણ અથવા પ્રયોગના આવા વગૅ અથવા વગૅ ના અથવા હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા કેસોના વર્ગ અથવા વગૅ ના સબંધમાં લાગુ પડશે. (૨) ભારતમાં પ્રસારણ કરનાર સંગઠનના હકક અને પ્રયોગ કરનારના હકકની મુદત જેને લગતો હુકમ હોય તે દેશના કાયદા દ્રારા મળેલ હોય તેટલી મુદત કરતા વધુ હોવી જોઇએ નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે આ કાયદાની જોગવાઇથી જે સમયે મુદત હોય તેનાથી વધશે નહીં. (૩) પ્રકરણ-૮૦ ૦ ૦ ી મળેલ હકકો ભોગવવાનું કે હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતો અને વિધિ હોય તો તેના જોડાણોને અધીન રહેશે. (૪) પ્રકરણ-૮ અથવા તેનો કોઇ ભાગ હુકમના આરંભ પહેલા કરેલ પ્રસારણ અથવા પ્રયોગને લાગુ પડશે નહિ, અથવા પ્રકરણ-૮ અથવા તેનો કોઇપણ ભાગ હુકમના આરંભ પહેલાના પ્રસારણના અને પ્રયોગના અથવા પ્રયોગને લાગુ પડશે નહિ. (૫) પ્રસારણ કરનાર સંગઠનના અને પ્રયોગ કરનારના હતા હકકની માલિકીની બાબતમાં પ્રકરણ-૮ની જોગવાઇઓ કેન્દ્ર સરકાર વિદેશના દેશના કાયદાને ધ્યાનમાં લઇને જરૂરી ગણે તેવા અપવાદો અને ફેરફાર સાથે લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw