
કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કૃતિઓ સબંધી જોગવાઇઓ
(૧) નીચે પ્રમાણે હોય ત્યારે આ કલમની રૂએ સમગ્ર ભારતમાં તે કૃતિમાં કોપીરાઇટ રહેશે. (એ) જેને આ કલમ લાગુ પડે છે તેવી કોઇ સંસ્થાના આદેશ કે નિયંત્રણથી કે તે હેઠળ કોઇ કૃતિ તૈયાર કરવામાં કે પ્રકાશિત કરવામાં આવેલ હોય (બી) આ કલમના અભાવે તે કૃતિમાં યથાપ્રસંગ તેને તૈયાર કરતી વખતે કે પ્રથમ પ્રકાશિત કરતી વખતે ભારતમાં કોઇ કોપીરાઇટ ન હોય અને (સી) તે (૧) તે કૃતિમાં કતૅ માટે કોપીરાઇટ (હોય તો તે) અનામત ન રાખતો હોય તેવા કતૅ સાથેના કરાર અનુસાર ઉપયુકત રીતે તે કૃતિ પ્રકાશિત કરવામાં આવેલ હોય (૨) કલમ ૧૭ હેઠળ કૃતિમાંનો કોપીરાઇટ તે સંસ્થાની માલિકીના હોય આ કાયદાની કલમની રૂઇએ કોપીરાઇટ કૃતિ સમગ્ર ભારતમાં થશે. (૨) જેને આ કલમ લાગુ પડતી હોય તે સંસ્થા મહત્વના સમયે સંસ્થાપિત મંડળની કાયદેસર હેસિયત ધરાવતી ન હોય તો પણ તે કોપીરાઇટ ધરાવવા તેને લગતો વ્યવહાર રવા કે તેનો અમલ કરવા અને કોપીરાઇટ અંગેની તમામ કાનૂની કાયૅવાહી કરવા માટે બધા પ્રસંગો વખતે સંસ્થાપિત મંડળની હેસિયત ધરાવે છે અને ધરાવતી આવેલ છે એમ ગણાશે. (૩) આ કલમ જે સંસ્થાઓને લાગુ પડતી હોય તે એવી સંસ્થાઓ છે જેને કેન્દ્ર સરકાર ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને એક કે વધુ સાવૅભોમ સતાઓ અથવા તેમની સરકાર કે સરકારો સભ્યો હોય તેવી સંસ્થાઓને આ કલમ જેને લાગુ પડે તે ઇષ્ટ છે તેવી સંસ્થાઓ તરીકે જાહેર કરી શકશે.
Copyright©2023 - HelpLaw