કોપીરાઇટ રજિસ્ટરમાં કરવાની નોંધો - કલમ:૪૫

કોપીરાઇટ રજિસ્ટરમાં કરવાની નોંધો

(૧) કોઇ કૃતિના કૉ કે પ્રકાશક કે માલિક કે તેમાંના કોપીરાઇટમાં હિત ધરાવનાર બીજી કોઇ વ્યકિત કોપીરાઇટ રજિસ્ટરમાં તે કૃતિની વિગતો નોંધવા માટે ઠરાવેલા નમૂનામાં ઠરાવેલી ફી મોકલીને કોપીરાઇટ રજિસ્ટ્રારને અરજી કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જે કલાત્મક કૃતિ કોઇ ખાસ માલમાં વાપરી હોય અથવા તેના સબંધથી વાપરી શકાય તેવી હોય તે કોઇ માલ અને સેવાઓના સંદર્ભમાં કલાત્મક કૃતિના સબંધમાં એવી મતલબના નિવેદનનો સમાવેશ કરવો જોઇશે અને તેની સામે ટ્રેડ માટૅસ એકટ ૧૯૯૯ (સન ૧૯૯૯ના ૪૭માં) ની કલમ-૩ માં જણાવેલ ટ્રેડ માકૅસ રજિસ્ટ્રાર પાસેથી એવું મતલબનું પ્રમાણપત્ર જોડવું જોઇશે કે આવા કલાત્મક કૃતિને મળતું આવતું અથવા તેના જેવું જ છેતરાઇ જવાય તેવું ટ્રેડ માકૅસ અરજદાર સિવાયની કોઇપણ વ્યકીતના નામે તે અધિનિયમ હેઠળ રજિસ્ટર કરવમાં આવ્યું નથી અથવા તેવી વ્યકિતએ આવા રજિસ્ટ્રેશન માટે તે અધિનિયમ હેઠળ કોઇ અરજી કરી નથી. (૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ કૃતિ માટે અરજી મળ્યે કોપીરાઇટ રજિસ્ટ્રાર પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યું। પછી કોપીરાઇટ રજિસ્ટરમાં તે કૃતિની વિગતો નોંધી શકશે.