કોપીરાઇટ રજિસ્ટર તેમાં નોંધાયેલ વિગતોનો પ્રથમ દશૅનીય પુરાવો હોવા બાબત - ક્લમ:૪૮

કોપીરાઇટ રજિસ્ટર તેમાં નોંધાયેલ વિગતોનો પ્રથમ દશૅનીય પુરાવો હોવા બાબત

કોપીરાઇટ રજિસ્ટર તેમાં નોંધાયેલી વિગતોનો પ્રથમ દશૅનીય પુરાવો ગણાશે અને તેમાંની નોંધો કે તેના ઉતારાઓની કોપીરાઇટ રજિસ્ટ્રારે પ્રમાણિત કરેલ અને કોપીરાઇટ ઓફિસના સિકકાથી અંકિત થયેલ નકલો હોવાનું અભિપ્રેત હોય એવા દસ્તાવેજો તમામ કોટોમાં વધુ સાબિતી વિના કે અસલ રજૂ કર્યું વિના પૂરાવા તરીકે ગ્રાહ્ય ગણાશે.