કોપીરાઇટનો ભંગ કયારે થાય
કોઇ કૃતિમાં કોપીરાઇટનો ભંગ થયેલ નીચે પ્રમાણે (એ) જયારે કોઇ વ્યકિત આ અધિનિયમ હેઠળ કોપીરાઇટના માલિકે કે કોપીરાઇટ રજિસ્ટ્રારે આપેલ પરવાનગી વિના કે એ રીતે આપેલ પરવાનગીની શરતોનો અથવા આ અધિનિયમ હેઠળ સતા ધરાવતા અધિકારીએ મુકેલી કોઇ શરતનો ભંગ કરીને (૧) આ અધિનિયમ હેઠળ કોપીરાઇટના માલિકને જે કરવાનો સુવાંગ હક મળ્યો હોય તેવું કાંઇ કરે અથવા (૨) એવી જાણથી કોપીરાઇટનો ભંગ થશે એવી જાણ ન હોય કે તેવું માનવાને વાજબી કારણ ન હોય તે સિવાય જયાં આવી જાણથી કોપીરાઇટનો ભંગ થાય તેવી જગાનો જાહેરમાં જાણ માટે નફા ખાતર ઉપયોગ કરવા દે અથવા (બી) જયારે કોઇ વ્યકિત તે કૃતિનો ભંગ કરતી નકલો (૧) વેચવા કે ભાડે આપવા તૈયાર કરે અથવા વેચે કે ભાડે આપે અથવા વેપારી રીતે તેને પ્રદશિત કરે અથવા વેંચવા કે ભાડે આપવા કાઢે અથવા (૨) વેપારી હેતુ માટે કે કોપીરાઇટના માલિકને પ્રતિકૂળ અસર કરે એટલ હદે વહેચે અથવા (૩) વેચારી રીતે જાહેરમાં પ્રદશિત કરે અથવા (૪) ભારતમાં આયાત કરે કોઇ કૃતિની બાબતમાં ભંગ થાય તો જોગવાઇ કરવામાં આવી છે કે પેટ ખંડ (૪)માંનો કોઇપણ મજકૂર આયાત કરનારના ખાનગી અને ઘરગથ્થુ ઉપયોગ માટે કોઇપણ કૃતિની એક નકલની આયાત કરવાને લાગુ પડશે નહિ. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે કોઇ સાહિત્ય કૃતિ નાટયકૃતિ સંગીત રચના કે કલાત્મક કૃતિની સીનેમેટોગ્રાફ ફિલ્મરૂપે ફેર રજૂઆત એ ભંગ કરતી નકલ ગણાશે.
Copyright©2023 - HelpLaw