કેટલાંક કાયૅ કોપીરાઇટનો ભંગ નહિ ગણવા બાબત - કલમ:૫૨

કેટલાંક કાયૅ કોપીરાઇટનો ભંગ નહિ ગણવા બાબત

(૧) નીચેના કાયૅાથી કોપીરાઇટનો ભંગ થશે નહિ. (એ) નીચેના હેતુઓ માટે જે કોમ્પ્યુટર પ્રોગ્રામ ના હોય એવા કોઇ કાયૅની સાથે ઉદાર વ્યવહાર (૧) સંશોધન સહિત ખાનગી અને વ્યકિતગત ઉપયોગ અથવા (૨) તે કાયૅ અથવા અન્ય કોઇ કાયૅ પરની ટિપ્પણી અથવા છણાવટ (૩) જાહેરમાં રજૂ થતા ભાષણ સહિતના તાજી ઘટનાઓ અને તાજા વ્યવહારોની નોંધો સ્પષ્ટીકરણઃ- આ કલમમાં જણાવેલ હેતુ માટે કોઇ કાયૅનો ઇલેકટ્રીક માધ્યમમાં સંગ્રહ ઘટના ક્રિયા સંગ્રહનો કોઇ કોમ્પ્યુટર પ્રોગ્રામ જે પોતે આ હેતુ માટે કોપી રાઇટનો ભંગ નથી તે કોપી રાઇટનો ભંગ ગણાશે નહિ. (એએ) આવા કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલના કાયદેસરના કબજેદારે આવી નકલમાંથી (૧) જેના માટે પૂરો પાડેલ હોય તે હેતુ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ વાપરવા માટે (૨) ગુમ થવા નાશ પામવા અથવા નુકશાન થવા માટે કામચલાઉ રક્ષણ તરીકે નકલો કરી લેવા માટે જેના માટે તે પૂરી પાડી હોય તે હેતુઓ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામના ઉપયોગ માટે જ કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ કરવી અથવા રૂપાંતર કરવું (એબી) કોમ્પ્યુટર પ્રોગ્રામના કાયદેસરનો કબજો ધરાવનારે બીજા પ્રોગ્રામ સાથે કોમ્પ્યુટર પ્રોગ્રામ સ્વતંત્ર રીતે ઊભો કરવાની આંતરિક સંચાલન ક્ષમતા વાપરવા માટે જરૂરી માહિતી મેળવવા માટે જરૂરી કોઇપણ કાયૅ કરવું પરંતુ આવી માહિતી તૈયાર મળી શકે તેવી હોવી જોઇએ નહિ. (એસી) જેના માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ પૂરો હોય તે કાર્યો માટે જરૂરી આવા કૃત્યો કરતી વખતે પ્રોગ્રામના કોઇપણ તત્વના જણાવેલ વિચાર અને સિધ્ધાંત નકકી કરવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામના કાયૅ નું અવલોકન અભ્યાસ અથવા ટેસ્ટ કરવો (એડી) બિન વાણિજિયક અંગત ઉપયોગ માટે અંગત રીતે કાયદેસર મેળવેલી નકલમાંથી કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ કરવી અથવા રૂપાંતર કરવું (બી) જનતા સાથેના આદાન પ્રદાન દરમ્યાન અથવા ચોખ્ખી રીતે ઇલેકટ્રોનિક પ્રસારણની તકનીકી પ્રક્રિયામાં કાયૅ અથવા ભજવણીનું ક્ષણિક અને આકસ્મિક સંગ્રહ (સી) હકક ધરાવનાર દ્રારા પ્રતીબંધિત ન હોય તેવા લીંકો (સાંકળ) પહોંચ અથવા પુણૅતા પુરા પાડવાના હેતુ માટે ક્ષણિક અને આકસ્મિક સંગ્રહ સિવાય કે જવાબદાર વ્યકિત એ જાણતી હોય અથવા તેને એમ માનવાને કારણ હોય કે આવો સંગ્રહ એ નકલનો ભંગ છે.જોગવઇ કરવામાં આવી છે કે જો નકલનો સંગ્રહ કરનાર જવાબદાર વ્યકિતને જો તે કાયૅના કોપીરાઇટનો માલિકી હકક ધરાવનાર દ્રારા લેખિત ફરીયાદ માંડે છે તો તે ક્ષણિક અને ઘટનાક્રિય સંગ્રહ એ ભંગ છે તો તે સંગ્રહ કરનાર જવાબદાર વ્યકિત એકવીસ દિવસના સમયગાળા સુધી તે નકલ ઉપલબ્ધ કરાવવાથી દૂર રહેશે અથવા તો તે સક્ષમ કોટૅનો હુકમ મળતા સુધી નકલ ઉપલબ્ધ કરાવવાથી દૂર રહેશે અને જો તેતે એકવીસ દિવસના આ સમયગાળા સમાપ્ત થતાં સુધી આવો કોઇ હુકમ ન મળે તો તે આવી ઉપલબ્ધીની સગવડ આપવનું ચાલુ રાખી શકશે. (ડી) ન્યાયિક પ્રક્રિયાના હેતુ માટે અથવા ન્યાયિક પ્રક્રિયાની નોંધ માટેના હેતુ માટે કોઇ કાયૅની ફેર રજૂઆત (ઇ) વિધાનસભાના સચિવાલય વિધાનસભા જયાં વિધાનસભાના બે ગૃહ હોય ત્યાં કોઇનુ સચિવાલય ખાસ તે વિધાનસભાના સભ્યના ઉપયોગ માટે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ કોઇ કૃતિની ફેર રજૂઆત અથવા પ્રસિધ્ધ (એફ) જે તે સમયે અમલમાં કોઇ કાયદા પ્રમાણે તૈયાર કરવામાં આવેલ અથવા આપવામાં આવેલ પ્રમાણિત નકલના કૃતીની ફેર રજૂઆત

(જી) પ્રસિધ્ધ થયેલ સાહિત્ય અથવા નાટય કૃતિમાંથી લીધેલ વ્યાજબી અંશોનું જાહેરમાં વાંચન અથવા પઠન (એચ) પ્રસિધ્ધ કરનાર વતીથી અથવા તેના દ્વારા રજૂ નામ અથવા જાહેરાતમાં શુધ્ધબુધ્ધિના હેતુથી મુખ્યત્વે કોપીરાઇટના ભંગ સમાન ન હોય તેવી રીતે તૈયાર કરાયેલા તે કોપીરાઇટ ધરાવતા ના હોય તેવા પ્રસિધ્ધ થયેલા સાહિત્યક અને નાટકને લગતા ટૂંકા ફકરાની સંગ્રહીત પ્રસિધ્ધિ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન તે જ પ્રસિધ્ધ કરનાર દ્રારા કોઇ એક રચનાકારના કાયૅના આવા બે થી વધારે ફકરા પ્રસિધ્ધ થઇ શકશે નહિ. સ્પષ્ટીકરણઃ- સંયુકત રચનાકારીના કિસ્સામાં આ કલમમાં ઉલ્લેખ કરાયેલ કૃતીના ફકરાના સંદર્ભમાં આવા ફકરાના કોઇ એક અથવા વધુ રચનાકાર અથવા કોઇ એક અથવા તેમાંના વધારે રચનાકારના બીજા સાથેના સહકારનો સમાવેશ થાય છે. (આઇ) કોઇ કાયૅની ફેર રજૂઆત (૧) સુચનાના સંદર્ભમાં કોઇ શિક્ષક અથવા વિધાથી દ્રારા અથવા (૨) પરીક્ષામાં સવાલોનાં ભાવ તરીકે અપાયેલ ઉતર અથવા (જે) શૈક્ષણિક સંસ્થાની પ્રવૃતિના ભાગરૂપે સંસ્થાના કમૅચારીઓ અને વિધાથીઓ દ્રારા સાહિત્યક નાટકને લગતી અથવા સંગીત કૃતિની ભજવણી અથવા દશૅકો કમૅચારીઓ અને વિધાર્થીઓ વિધાર્થીઓના માતા પિતા અને વાલીઓ અને સંસ્થાની પ્રવૃતિ સાથે સંકળાયેલી વ્યકિતઓ પુરતા મયૅ દિત હોય તો સીનેમેટોગ્રાફ ફિલ્મ અથવા સાઉન્ડ રેકોર્ડિંગ અથવા સીનેમેટોગ્રાફ ફિલ્મ અથવા સાઉનડ રેકોર્ડિંગનુ આવા દશૅકોમાં પ્રસારણ (કે) આના ઉપયોગ દ્રારા મુદ્રણ જાહેરમાં સંભળાય તેવું કરવું (૧) બંધ રૂમમાં અથવા હોલમાં કે જે રહેણાંકના સમાન્ય હેતુ માટે વપરાતો હોય ( હોટલ કે તેવું સમાન વ્યાપારી સ્થાપન ન હોય તેવા) કોઇપણ રહેણાંકમાં અથવા રહેણાંકવાળા મકાનમાં અથવા તેના હેતુ માટેની ઇમારતમાં (૨) નફા માટેન હોય તેવી કોઇ કલબ કે સમાન સંસ્થાની પ્રવૃતિના ભાગરૂપે (એલ) બિન ધંધાદારી કલમ કે મંડળીની કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ સંગીત રચના કે કલા કૃતિની રજૂઆત જે ને રજૂઆત પૈસા ન આપવા પ્રેક્ષકગણ આગળ અથવા ધાર્મિક સંસ્થાઓના લાભાથૅ થતી હોય (એમ) લેખના કતૅ એ આવી ફેર રજૂઆત માટેનો હકક પોતાની પાસે જ રાખ્યો ન હોય તો વર્તમાન પત્ર મેગેઝિન કે બીજા સામાયિકમાં ચાલુ આર્થિક રાજકીય કે ધાર્મિક વિષયો ઉપરના લેખની ફેર રજૂઆત (એન) જો કોઇ બિન વ્યારી જાહેર પુસ્તકાલય દ્વારા ઇલેકટ્રોનિકસ વસ્તુ દ્રારા કાયૅનું કોઇપણ માધ્યમાં સાચવણી માટે સંગ્રહ જો પુસ્તકાલય કાયૅની પહેલેથી જ બિન અંકીય (નોન ડીઝીટલ) નકલ ધરાવતું હોય (ઓ) કોઇ પુસ્તકાલય બિન વ્યાપારી જાહેર લાઇબ્રેરી ના ઇન્ચાજૅ દ્રારા અથવા તેની સૂચના મુજબ પુસ્તકાલયના ઉપયોગ માટે ચોપડીની ત્રણ કરતાં વધારે નહિ તેટલી નકલ કરવી (પત્રિકા સંગીતનું પાનું નકશો ચાટૅ અથવા પ્લાન સહિત જો આવી ચોપડી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ ન હોય (પી) જાહેર જનતા માટે ખુલ્લા હોય તેવા કોઇ ગ્રંથાલય સંગ્રહ સ્થાન કે બીજી સંસ્થામાં રાખવામાં આવેલ અપ્રકાશીત સાહિત્ય કૃતિ નાટય કૃતી કે સંગીત રચના સંશોધન કે ખાનગી અભ્યાસ માટે કે પ્રકાશનના હેતુથી કરેલી ફેર રજૂઆત જોગવાઇ કરવામાં આવી છે કે જયારે આવી કૃતિના કતૅ નું ખરૂ નામ કે સંયુકત કતૃત્વવાળી કૃતિની બાબતમાં તેના કૉાઓમાંના કોઇ એકનું ખરૂ નામ યથાપ્રસંગ ગ્રંથાલય સંગ્રહસ્થાન કે બીજી સંસ્થાની જાણમાં હોય ત્યારે ખંડની જોગવાઇઓ કતૅ ના મરણની તારીખથી અથવા સંયુકત કતૃત્વની કૃતિની બાબતમાં જેનું ખરૂ નામ જાણમાં હોય તે કૉાના મરણની તારીખથી અથવા એક કરતા વધારે કૉાઓના ખરા નામ જાણમાં હોય તો તેમનામાંથી છેલ્લા મરણ પામેલ કૉાના મરણની તારીખથી સાઇઠ વષૅ કરતા વધારે સમયે કરવામાં આવેલ તેની ફેર રજૂઆતને લાગુ પડશે. (કયુ) ♦♦♦ીચેનાની ફેર રજૂઆત કે પ્રકાશન (૧) કોઇ વિધાનમંડળના અધિનિયમ સિવાયની ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ બાબત (૨) આવા અધિનિયમની તેની ઉપરની ટીકા કે કોઇ બીજી મૌલિક બાબત સાથે ફરી રજૂ કે પ્રકાશિત કરવામાં આવે તે ♦ ♥રતે કોઇ વિધાનમંડળનો અધિનિયમ (૩) સરકારે નીમેલી કોઇ સમિતિ કમિશન કાઉન્સિલ બોડૅ કે એવા બીજા મંડળનો અહેવાલ જો એ અહેવાલ વિધાનમંડળના ટેબલ પર મૂકવામાં આવ્યો હોય અને એની ફેર રજૂઆત કે પ્રકાશન સરકારે પ્રતિબંધિત કરેલ ન હોય (૪) જો કોર્ટે ટ્રિબ્યુનલ કે બીજા ન્યાયિક સતામંડળે આવા ચુકાદા કે હુકમની ફેર રજૂઆત કે પ્રકાશન પ્રતિબંધિત કરેલ ન હોય તો કોર્ટે ટ્રિબ્યુનલ કે યથાપ્રસંગ બીજા ન્યાયિક સતામંડળનો ચુકાદો કે હુકમ (આર) નીચેના સંજોગોમાં વિધાનમંડળના અધિનિયમ કે તે હેઠળ કરવામાં આવેલ કોઇ નિયમો કે હુકમનું ભારતની કોઇપણ ભાષામાં ભાષાંતર તૈયાર કરવું કે પ્રકાશિત કરવું (૧) જો આવા અધિનિયમ નિયમો કે હુકમોનું ભાષાંતર કે ભાષામાં સરકાર તરફથી અગાઉ તૈયાર કરવામાં કે પ્રકાશિત કરવામાં આવ્યું ન હોય (૨) જયાં આવા અધિનિયમ કે નિયમો કે હુકમોનું તે ભાષામાં ભાષાંતર સરકાર તરફથી તૈયાર કરવામાં કે પ્રકાશિત કરવામાં આવ્યું હોય પણ તે લોકોને વેચાતું મળી શકતું ન હોય પરંતુ આવા ભાષાંતરમાં તે ભાષાંતર સરકાર તરફથી અધિકૃત કરવામાં કે અધિકૃત સ્વીકારવામાં આવ્યું નથી તેવું નિવેદન જાહેર જગ્યાએ મૂકવું જોઇશે. (એસ) કોઇ સ્થાપત્ય કામ ચીત્ર રેખાંકન કોતરણી કામ કે ફોટોગ્રાફ તૈયાર કરવો કે પ્રકાશિત કરવો અથવા કોઇ સ્થાપત્ય કામનું પ્રદર્શન કરવું (ટી) જાહેર સ્થળે અથવા જાહેર જનતા માટે ખુલ્લી જગ્યાએ કાયમ માટે આવેલ કોઇ શિલ્પકૃતિનું અથવા કલમ ૨ ના ખંડ (સી) ના પેટા ખંડ (૩) હેઠળ આવતી બીજી કલાત્મક કૃતિનું ચિત્ર રેખાંકન કોતરણી કામ કે ફોટોગ્રાફ તૈયાર કરવો કે પ્રકાશિત કરવો. (યુ) સિનેમેટોગ્રાફ ફિલમમાં નીચેનાનો સમાવેશ (૧) જાહેર સ્થળે અથવા જાહેર જનતા માટે ખુલ્લી જગ્યાએ કાયમ માટે આવેલી કોઇ કલાકૃતિનો (૨) બીજી કોઇ કલાકૃતિનો જો તેનો સમાવેશ માત્ર પશ્ચાદભૂ તરીકે હોય કે બીજી રીતે ફિલ્મમાં રજૂ કરેલ મુખ્ય બાબતોને આનુષંગિક હોય તો (વી) કોઇ કલાકૃતિનો કૉ । તેમાંના કોપીરાઇટનો માલિક ન હોય તો તેના વડે તે કૃતિના હેતુ માટે તેણે તૈયાર કરેલ રોઇ ઢાળા બીબા સ્કેચ પ્લાન મોડેલ કે અભ્યાસનો ઉપયોગ જોગવાઇ કરવામાં આવી છે કે તેણે તેમા કૃતીની મુખ્ય ડિઝાઇનનું પુનરાવતૅન કે અનુકરણ કરવું ન જોઇએ.(ડબલ્યુ) વિદપરિમાણ (ટૂંકી) વાળી કલાત્મક કૃતિમાંથી ત્રિપરિમાણ વાળી વસ્તુ બનાવવી જેવી કે ઉપયોગી વસ્તુનાં માત્ર સંચાલિત ભાગ તરીકે ઔધોગિક અમલીકરણના હેતુ માટે તકનીકી રેખાચિત્ર (એકસ) જેને અનુસરીને કોઇ મકાન કે ઇમારતનું મૂળ બાંધકામ કરવામાં આવેલ હોય તેવા સ્થાપત્ય નકશા કે પ્લાન અનુસાર મકાન કે ઇમારતનું ફેર બાંધકામ જોગવાઇ કરવામાં આવી છે કે મૂળ બાંધકામ આવા નકશા અને પ્લાનમાં કોપીરાઇટ ધરાવતા માલિકની સંમતિ કે પરવાનગીથી કરવામાં આવેલું હોવું જોઇએ. (વાય) કોઇ સિનેમેટોગ્રાફ ફિલ્મમાં રેકોડૅ કરવામાં આવેલ કે ફેર રજુઆત કરવામાં આવેલ કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ કલાત્મક કૃતિ કે સંગીત રચનાની બાબતમાં તેમાંની કોપીરાઇટની મુદત પૂરી થતા પછી આવી ફિલ્મ પ્રદર્શિત કરવી. જોગવાઇ કરવામાં આવી છે કે જે તે કૃતિ (૧) તેના શીષૅક કે બીજા વણૅનથી કૃતિની ઓળખ આપતું ન હોય અને (૨) જો તે કૃતિ અનામી હોય અથવા તેના કર્તાએ કતૅને ઓળખ આપી દેતા પોતાના નામનો સ્વીકાર આવવો ન જોઇએ તેવી અગાઉ સંમતિ આપેલ ન હોય કે શરત મૂકી ન હોય તો કૉાની ઓળખ પણ આપતો સ્વીકાર સાથે ને હોય તેવા કોઇ કાયૅને ખંડ (એ) ના પેટા ખંડ (૨) ની ખંડ (બી) ના પેટા ખંડ (૧) ની અને ખંડ (ડી) (એફ) (જી) (એમ) અને (પી) ની જોગવાઇઓ લાગુ પડશે નહિ. (ઝેડ) પ્રસારણ સંસ્થા (બ્રોડકાસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન) તેના પોતાના પ્રસારણ માટે તેની પોતાની સુવિધા વાપરીને ક્ષણીક મુદ્રણ કરે કે જેનો તેને પ્રસાર કરવાનો અધિકાર છે દફતરે દસ્તાવેજી સાચવણીનાં હેતુથી આવું મુદ્રણ સાચવી રાખવું. (ઝેડ-એ) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર અથવા કોઇપણ સ્થાનિક સતામંડળે અથવા સરકારી સમારંભ અથવા કોઇપણ ખરેખર ધાર્મિક સમારંભ દરમ્યાન આવી કૃતિના અથવા સાઉન્ડ રેકોર્ડિંગની લોકોને જાણ કરવી અથવા આ સાહિત્ય કૃતિ નાટયકૃતિ અથવા સંગીત રચનાનો પ્રયોગ કરવો. સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુ માટે ધાર્મિક સમારંભમાં લગ્નના વરઘોડાનો અને લગ્ન સાથે જોડાયેલ બીજા સામાજિક મેળાવડાઓના સમાવેશ થાય છે. (ઝેડ-બી) નીચે દ્રારા મેળવી શકાય તેવા સ્વરૂપમાં કોઇ કાયૅનો સ્વીકાર ફેર રજૂઆત નકલોનો પ્રસાર અથવા જનતામાં કોઇ કાર્યનું આદાન પ્રદાન શકાશે (૧) કોઇ વ્યકિત દ્રારા અસમથૅ (વિકલાંગ) વ્યકિતને કાયૅની ઉપલબ્ધી આવી વ્યકિતઓમાં ખાનગી અથવા વ્યકિતગત ઉપયોગ શૈક્ષણીક હેતુ અથવા સંશોધન માટે આવા મેળવી શકાય તેવી સ્વરૂપમાં વહેંચણી સહિત અથવા (૨) અસમથૅ વ્યકિતઓના લાભ માટે કામ કરતી સંસ્થા દ્રારા જો કાયૅનું સામાન્ય સ્વરૂપ આવી વ્યકિતઓને માણતા અટકાવતી હોય જોગવાઇ કરવામાં આવે છે કે આવા ઉપલબ્ધ સ્વરૂપમાં કૃતિની નકલો અસમથૅ વ્યકિતઓને ઉપલબ્ધ બિન નફાકારક હેતુથી થઇ શકશે પરંતુ પ્રકાશન ખર્ચે માત્ર લઇ વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે સંસ્થાઓ એ બાબતની ખાતરી કરશે કે આવા ઉપલબ્ધ સ્વરૂપમાંની કૃતિની નકલોનો માત્ર અસમથૅ વ્યકિતઓમાં જ ઉપયોગ થાય અને તેનો સામાન્ય વેપારમાં પ્રવેશ થતો અટકાવવા જરૂરી પગલા ભરે સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે કોઇ સંસ્થા માં ઇન્કમ ટેકસ ૧૯૬૧ (સન ૧૯૬૧નો ૪૩મો) ની કલમ ૧૨-એ હેઠળ નોંધાયેલ એન અસમથૅ વ્યકિતઓના લાભ માટે કામ કરતી હોય અથવા પસૅન્સ વીથ ડીસએબીલીટીસ (ઇકવલ ઓપોર્ચુનિટીસ પ્રોટેકશન ફોર રાઇટસ બદમ ફુલ પાર્ટીશિપેશન એકટ ૧૯૯૫) ૧૯૯૬નો ૧લો) ના પ્રકરણ ૧૦ હેઠળ માન્ય હોય અથવા તો અસમથૅ વ્યકિતઓને ઉપલબ્ધી માટેની સગવડ માટે સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ મેળવતી હોય અથવા સરકારશ્રી દ્રારા માનય શૈક્ષણિક સંસ્થા અથવા પુસ્તકાલય અથવા દફતર હોય (ઝેડ-સી) માત્ર પ્રસંગોપાત વેગ આપવા માટેના અને સમજ આપતા સાહિત્યક કે કલાત્મક કૃતિ જેવા કે લેબલ કંપની લોગો જોવાની નકલો આયાત કે જે ચોખ્ખી રીતે કાયદેસર હોય (૨) કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે સંગીત રચનાના ભાષાંતરને લગતું કે કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ સંગીત રચનાના કે કલા કૃતિના રૂપાંતરને લગતું કોઇ કાયૅ કરવાને પેટા કલમ (૧) ની જોગવાઇઓ તે કૃતિને ખુદને લાગુ પડે તે રીતે લાગુ પડશે.