સાઉન્ડ રેકોર્ડિંગ અને વિડિયો ફિલ્મમાં સમાવિષ્ટ કરવાની વિગતો - કલમ:૫૨(એ)

સાઉન્ડ રેકોર્ડિંગ અને વિડિયો ફિલ્મમાં સમાવિષ્ટ કરવાની વિગતો

(૧) કોઇપણ વ્યકિત નીચેની વિગતો રેકોડૅ ઉપર અને તેના કોઇપણ પાત્ર ઉપર દશૅ વ્યા સિવાય કોઇપણ કૃતિના સબંધમાં સાઉન્ડ રેકોડૅ બહાર પાડી શકશે નહિ. (એ) જેણે સાઉન્ડ રેકોર્ડિંગ તૈયાર કરી હોય તે વ્યકિતનું નામ અને સરનામું (બી) આવી કૃતિમાં કોપીરાઇટના માલિકનું નામ અને સરનામું અને (સી) તેની પ્રથમ પ્રસિધ્ધિનું વષૅ (૨) કોઇપણ વ્યકિત નીચેની વિગતો જયારે વિડીયો દશૅ વાતો હોય ત્યારે તે વિડીયો ફિલ્મમાં અને વિડીયો કેસેટ ઉપર અથવા તેના બીજા પાત્ર ઉપર દશૅાવ્યા સિવાય કોઇપણ કૃતિના સબંધમાં વિડીયો ફિલ્મ બહાર પડી શકશે નહિ. (એ) આવી કૃતિ સિનેમેટોગ્રાફ એકટ ૧૯૫૨ (સન ૧૯૫૨ના૩૭માં) ની જોગવાઇઓ હેઠળ પ્રદર્શિત કરવા માટે પ્રસારિત કરવાની જરૂરિયાતવાળી સિનેમેટોગ્રાફ ફિલ્મ હોય તો આવી કૃતિના સબંધમાં તે અધિનિયમની કલમ ૫-એ હેઠળ ફિલ્મ સટિફિકેશન બોડૅ આપેલ પ્રમાણપત્રની નકલ (બી) જેણે વિડીયો ફિલ્મ તૈયાર કરી હોય તેનું નામ અને સરનામું અને આવી વિડીયો ફિલ્મ બનાવવા માટે તેવી કૃતિમાંના કોપીરાઇટના માલિક પાસેથી પોતે જરૂરી પરવાનગી મેળવી છે અથવા તેની સંમતિ લીધી છે તેવો તેનો એકરાર અને (સી) આવી કૃતિમાના કોપીરાઇટના માલિકનું નામ અને સરનામું