ભંગ કરવામાં આવેલ નકલોની આયાત - કલમ:૫૩

ભંગ કરવામાં આવેલ નકલોની આયાત

(૧) કોઇ કૃતિના સંદર્ભમાં આ કાયદા હેઠળ હકકની માલિકી ધરાવનાર અથવા તે કૃતિમાં સમાયેલ કૃતિ અથવા તેનો યોગ્ય પ્રતિનિધિ કમિશ્નર ઓફ કસ્ટમ્સને અથવા તેના વતી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ અને કસ્ટમ દ્વારા અધિકૃત કરાયેલા કોઇ અધિકારીને લેખીત નોટીશ આપી શકશે. (એ) તે કથિત હકકના માલિક છે તે બદલનો આધાર અને

(બી) તે નોટીશમાં જણાવેલ સમયગાળા માટે કે જે એક વષૅથી વધારે નહિ તેટલા સમય માટે ભંગ થયેલ નકલોને પ્રતિબંધિત માલ તરીકે ગણવા કમિશનરને વિનંતી કરશે અને નોટીશમાં જણાવેલ સમયે અને સ્થળે કૃતિના ભંગ કરનાર નકલો ભારતમાં દાખલ થાય તેવો આગ્રહ રાખી શકશે. (૨) કમિશનર માલિકી હકક ધરાવનાર દ્રારા રજૂ થયેલા પુરાવાની ચકાસણી કર્ય। બાદ જો તેને સંતોષ થાય તો તે પેટા કલમ (૩)ની જોગવાઇઓને આધિન ભારતમાં આપાત થયેલ કૃતિનો ભંગ કરનાર નકલોને પ્રતીબંધિત તરીકે ગણશે ફેરબદલમાં રહેલ માલને બાદ કરીને જોગવાઇ કરવામાં આવી છે કે કૃતિનો માલિક કમિશનરે નકકી કય। મુજબની એવી રકમ સીકયોરીટી પેટે જમા કરાવશે કે જે જો કૃતિની નકલો ભંગ કરનાર ન નીકળે તો થયેલ ખર્ચ સાચવણી અને નુકશાનીના વળતર પેટે આયાતકારને ભરપાઇ થઇ શકે. (૩) જયારે કોઇ માલ પેટા કલમ (૨) હેઠળ પ્રતિબંધિત ગણાય અને તેને અટક કરવામાં આવે તો અટક કરનાર કસ્ટમ અધિકારી આયાત કરનાર અને પેટા કલમ (૧) હેઠળ નોટીશ આપનારને આ માલ અટક કયૅ ની અટક કયૅાથી અડતાલીસ કલાકમાં જાણ કરશે. (૪) અટક કયૅ ની તારીખથી ચૌદ દિવસમાં જો પેટા કલમ (૧) હેઠળ નોટીશ આપનાર વ્યકિત હકૂમત ધરાવનાર કોર્ટનો આ માલનો કામચલાઉ અથવા કાયમી નિકાલ કરવા માટેનો હુકમ રજૂ ન કરે તો કસ્ટમ ઓફીસર આ માલ છૂટો કરશે અને તે પછીથી પ્રતિબંધિત માલ તરીકે ગણાશે નહિ.