મૂળ નકલોમાં ફેર વેચાણ હિસ્સાનો હક - કલમ:૫૩(એ)

મૂળ નકલોમાં ફેર વેચાણ હિસ્સાનો હક

(૧) ચિત્ર રેખા ચિત્ર અથવા ડ્રોઇંગની અથવા સાહિત્યની અથવા નાટય કૃતિ અથવા સંગીત રચનાની અસલ હસ્તપ્રત મૂળ નકલની દસ હજાર રૂપિયા કરતા વધુ કિંમતે ફેર વેચાણના કિસ્સામાં આવી કૃતીના કૉ । જો કલમ ૧૭ હેઠળ હકના પ્રથમ માલિક હોય અથવા તેના કાયદેસરના વારસોને આવી કૃતિમાં કોપીરાઇટના એસાઇનમેન્ટમાં હોય તે છતાં આ કલમની જોગવાઇઓ અનુસાર આવી અસલ નકલ અથવા હસ્તપરતની ફેર વેચાણની કિંમતમાં હિસ્સાનો હક રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે કૃતિની કોપીરાઇટની શરતો પૂરી થયે આવો હક અસ્તિત્વમાં હોતો બંધ થશે. (૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ હિસ્સો એપેલેટ બોર્ડે નકકી કરે તેટલો રહેશે અને આ અથૅ એપેલેટ બોડૅનો નિણૅય આખરી ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ બોડ કૃતિના જુદા જુદા વગૅ માટે જુદા જુદા હિસ્સા નકકી કરી શકશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં અવવી છે કે કોઇપણ કિસ્સામાં ફેર વેચાણ કિંમતના દસ ટકા કરતાં વધુ હિસ્સા રહેશે નહિ. (૩) આ કલમ મળેલ હકક સબંધી કોઇ તકરાર ઊભી થાય તો તે એપેલેટ બોડૅને મોકલી આપવો જોઇશે. જેનો નિણૅય આખરી ગણાશે.