
અલગ હકોનું રક્ષણ
આ અધિનિયમની જોગવાઇઓને અધીન રહીને જયાં કોઇ કૃતિમાંના કોપીરાઇટના અંગભૂત અલગ હકોની માલિકી જુદી જુદી વ્યકિતઓ ધરાવતી હોય ત્યાં આવા કોઇ હકનો માલિક તે હક પુરતો આ અધિનિયમથી જોગવાઇ કરવામાં આવેલ ઉપાયો માટે હકદાર રહેશે અને કોઇ બીજા હકના માલિકને આવા દાવા પગલા કે કાયૅવાહીમાં પક્ષકાર બનાવ્યા વિના કોઇ દાવા અથવા પગલાં અથવા બીજી કાયૅવાહીથી આવો હક વ્યકિતગત રીતે અમલમાં મૂકાવી શકશે.
Copyright©2023 - HelpLaw