ભંગ કરતી નકલોનો કબજો ધરાવતી કે વેપાર કરતી વ્યકિતઓ સામે માલિકના હકકો
જેમાં કોપીરાઇટ ચાલુ હોય તેવી તમામ ભંગ કરતી નકલો તેમજ આવી ભંગ કરતી નકલો બનાવવા વાપરેલી કે વાપરવા ધારેલી તમામ પ્લેટો કોપીરાઇટના માલિકની મિલકત ગણાશે અને તે અનુસાર તે તેનો કબજો મેળવવા માટે કે તેના રૂપાંતર બાબત કાયૅવાહી કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો સામાવાળા નીચે મુજબ પુરવાર કરે તો કોપીરાઇટનો માલિક ભંગ કરતી નકલોના રૂપાંતર સબંધમાં કોઇ ઉપાય માટે હકદાર રહેશે નહિ. (એ) જેની આવી નકલો ભંગ કરતી નકલો હોવાનું કહેવાતું હોય તે કૃતીમાં કોપીરાઇટ ચાલુ રહેવાની તેને જાણ ન હતી અને તેમ માનવાનું તેને વાજબી કારણ ન હતુ અથવા (બી) આવી નકલો કે પ્લેટો કોઇ કૃતિમાંના કોપીરાઇટનો ભંગ કરતી નથી એમ માનવાને તેની પાસે વાજબી કારણો હતા.
Copyright©2023 - HelpLaw