સ્થાપત્ય કલાકૃતિઓની બાબતમાં ઉપાયો મયાદા
(૧) યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ ૧૯૬૩ (સન ૧૯૬૩ના ૪૭માં) માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇ બીજી કૃતિમાંના કોપીરાઇટનો ભંગ કરતું હોય અથવા તે પૂરૂ થાય તો ભંગ કરે એવું મકાન કે બીજું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોય ત્યાં કોપીરાઇટના માલિકને એ મકાન કે બાંધકામ અટકાવવાનો મનાઇ હુકમ કે તેને જમીનદોસ્ત કરવાનો હુકમ મેળવવાનો હક રહેશે નહિ. (૨) બીજી કૃતિમાંના કોપીરાઇટનો ભંગ કરતું હોય અથવા તે પૂરૂ થાય તો ભંગ કરે તેવા મકાન કે બીજા બાંધકામની રચનાને કલમ ૫૮માંનો કોઇપણ મજકૂર લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw