કાનૂની કાયૅવાહીની પાયા વિનાની ધમકીની બાબતમાં ઉપાય - કલમ:૬૦

કાનૂની કાયૅવાહીની પાયા વિનાની ધમકીની બાબતમાં ઉપાય

કોઇ કૃતિમાંના કોપીરાઇટનો માલિક હોવાનો દાવો કરતી કોઇ વ્યકિત પરિપત્રોથી જાહેર ખબરોથી અથવા બીજી રીતે બીજી કોઇ વ્યકિતને કોપીરાઇટના કહેવાતા ભંગ બદલ કાયદાકીય કાયૅવાહીની કે જવાબદારીની ધમકી આપે ત્યારે તેનાથી નારાજ થયેલ વ્યકિત સ્પેસિફિક રીલિફ એકટ ૧૯૬૩ (સન ૧૯૬૩ના ૪૭માં) ની કલમ ૩૪માં ગમે તે મજકૂર હોય તે છતાં જેને અંગે ધમકી અપાઇ હોય તે કહેવાતો ભંગ એ ધમકી આપનાર વ્યકિતના કાયદેસરના હકનો ખરેખર ભંગ ન હતો તે મતલબનો હક સ્થાપનનો દાવો દાખલ કરી શકશે અને એવા કોઇ દાવામાં (એ) આવી ધમકી ચાલુ રાખવા સામે મનાઇ હુકમ મેળવી શકશે અને (બી) એવી ધમકીના કારણે તેને થયેલ નુકશાનીનો બદલો મેળવી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી ધમકી આપનાર વ્યકિત યોગ્ય કાળજીથી પોતે દાવો કરેલ કોપીરાઇટના ભંગ માટે કોઇ પગલું શરૂ કરે અને ચાલુ રાખે તો તેને આ કલમ લાગુ પડશે નહિ.